– અલ્લુ અર્જુનની એક પોસ્ટ પર ક્રિકેટરે હસતા ઇમોજી સાથે ગેસ્ટ અપીયરન્સની કોમેન્ટ લખી
મુંબઇ : અલ્લુ અર્જુનની પુષ્પા ટુની ટીઝર ૮એપ્રિલના રોજ રિલીઝ થવાની ઘોષણા કરવામાં આવી છે. આ પછી અલ્લુ અર્જુનના પ્રશંસકો સાથેસાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પણ ઉત્સાહિત છે. તેણે અલ્લુ અર્જુનની એક પોસ્ટ પર હસતા ઇમોજી સાથે ગેસ્ટ અપીયરન્સ જેવી કોમેન્ટ કરી હોવાથી તે આ ફિલ્મમાં મહેમાન ભૂમિકામાં હોવાની લોકોમાં અટકળ થઇ રહી છે. એટલું જ નહીં ક્રિકેટર ડેવિડ વોર્નરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુષ્પા ટુનું પોસ્ટર પણ શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે, હું બહુ આતુરતાથી રાહ જોઇ રહ્યો છું. જ્યારે અભિનેતાએ પણ તેનો આભાર માન્યો છે.
અલ્લુ અર્જુને વાસ્તવમાં ૫ એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પરના એકાઉન્ટ પર પુષ્પા ટુનું પોસ્ટર શેર કર્યું છે. અભિનેતા ડરામણા લુકમાં હાથમાં ત્રિશુલ લઇને અને બીજા હાથે હવામાં લાલસિંદુર ઊડાડતો જોવા મળે છે. સાથે તેણે ૮ એપ્રિલના રોજ ટીઝર રીલીઝ કરવામાં આવશે તેવી હિન્ટ આપી છે.અભિનેતાની પોસ્ટ પર ડેવિડ વોર્નરે હસતા ઇમોજી સાથે ગેસ્ટ અપીયરન્સ જેવી કોમેન્ટ આપી છે. તેથી લોકો પણ ઉત્સાહિત થઇ ગયા છે.
વાત એમ છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પુષ્પા ફિલ્મનો પ્રશંસક છે. તેણે ફિલ્મ રિલીઝ થઇ હતી ત્યારે અલ્લુ અર્જુનના ઘણા સીન્સને રિક્રિએટ કર્યા હતા. પુષ્પારાજ સ્ટાઇલમાં ડેવિડે ચારે બાજુથી લાઇમલાઇટ મેળવી હતી. હવે તે ફિલ્મની સીકવલમાં કેમિયો હોય તેવી હિન્ટ આપી છે.