– જોકે આ વિશે હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી
મુંબઇ : સાઉથની કલ્કિ ૨૮૯૮ એડીનો છેલ્લા ચાર વરસથી દર્શકો રાહ જોઇ રહ્યા છે.આ ફિલ્મને જાન્યુઆરી ૨૦૨૪માં રિલીઝ કરવાની હતી, પરંતુ સંજોગોવશાત એમ થઇ શક્યું નહીં. આ પછી ૯ મે, ૨૦૨૪ની નવી તારીખ આવી હતી. પરંતુ જણાય છે કે, આ દિવસે પણ ફિલ્મ રિલીઝ નહીં થઇ શકે.
કહેવાય છે કે, લોક સભા ચૂંટણીના કારણે ફિલ્મની રિલીઝ તારીખ પોસ્ટપોન કરવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મસર્જક ફિલ્મમાં થોડા બદલાવ કરવા પણ માગે છે. તેથી હવે આ ફિલ્મ ૩૧ મેના રોજ રિલીઝ કરવાની યોજના થઇ રહી છે. જોકે ફિલ્મસર્જકે હજી સુધી ઘોષણા કરી નથી.
ઉલ્લેખનીય છેકે, આ ફિલ્મની ઘોષણા ૨૦૨૦ના ફેબુ્રઆરી મહિનામાં કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આ ફિલ્મ લંબાઇ ગઇ. આ પછી ફિલ્મની રિલીઝની તારીખ બે વાર બદલવામાં આવી છે. હવે ચર્ચા છે કે, ફરી એ વખત રિલીઝ લંબાઇ તેવી શક્યતા છે. પ્રભાસ અને દીપિકા પદુકોણની આ એક બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પદુકોણ, અમિતાભ બચ્ચન અને દિશા પટાણી મુખ્ય રોલમાં જોવા મળવાના છે. કમલ હાસન પણ આ ફિલ્મનો હિસ્સો હોવાનું કહેવાય છે. જ્યારે જુનિય એનટીઆર અને નાની કેમિયો કરવાના છે.