એપ્રિલના 20 દિવસમાં 12 તહેવારો, મહત્વના યોગ, ધર્મોત્સવો, ઘટનાઓ : તા. 11ના રમજાન ઈદ, તા. 13ના મીનાર્ક કમુહુર્તા સમાપ્ત, તા. 14ના ડો.આંબેડકર જયંતિ, તા.21 મહાવીર જયંતિ,તા. 23 હનુમાન જન્મોત્સવ 

 રાજકોટ, : એપ્રિલ માસમાં હવે 20 દિવસમાં અનેક મહત્વના ધાર્મિક તહેવારો, જન્મોત્સવ-જન્મજયંતિ, વિવિધ ખગોળશાસ્ત્રીય ઘટના અને યોગ વગેરે 12થી વધુ મહત્વના દિવસો આવી રહ્યા છે. સોમવારે સોમવતી અમાસનો દિવસ છે અને ફાગણ માસના આ અંતિમ દિવસે તા. 8ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણની ઘટના ઘટશે જો કે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી પળાશે પણ નહીં. તો મંગળવાર ે ગૂડી પડવાના દિવસ સાથે શાલિવાહન શક શરૂ થશે અને તે દિવસે તા.૯ના ચૈત્રી નવરાત્રિ ઉજવવા હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. 

અન્ય મહત્વના દિવસોમાં (1) તા. 9ના ચૈત્રમાસનો પ્રારંભ જે માસમાં ઠેરઠેર રામકથા, રામાયણ નવાહ્ન પારાયણ યોજાતા હોય છે. તા. 9થી તા. 17 સુધી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માતાજીની ભક્તિ થશે. (10) તા. 10ના ચેટીચાંદ સાથે રાજયોગ અને રવિયોગ છે (3) તા. 11ના રમજાન ઈદની રજા રહેશે અને આ દિવસે ચૈત્રસુદ ત્રીજના મત્સ્ય જયંતિ પણ ઉજવાય છે (4) તા. 12 ચૈત્રસુદ 4ને વિનાયક ચોથ કહે છે અને તા. 13ના શ્રી લક્ષ્મી અનંંતપંચમીના દિવસે મીનાર્ક કમુહુર્તા પૂરા થશે. (5) તા. 14ને રવિવારે ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની દેશભરમાં ઉજવણી થશે. આ દિવસે ચૈત્રસુદ-6 હોય યમુના જયંતિ પણ ઉજવાય છે. (7) તા. 15ના જૈન આયંબિલ ઓળીનો પ્રારંભ થશે. તો તા. 16ના પૂષ્ય નક્ષત્ર છે.

જ્યારે (8) તા. 17 એપ્રિલને બુધવારે,ચૈત્રસુદ નોમના દિવસે શ્રી રામનવમીની ધામધૂમથી ઉજવણી થશે અને ઠેરઠેર રથયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ જ દિવસે સ્વામિનારાયણ જયંતિનીપણ ઉજવણી થશે એને ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. (9) તા. 19ના કામદા એકાદશી છે અને તા. 20ના ચૈત્રસુદ-12ના દિવસ ભારતીય કેલેન્ડર મૂજબ ગ્રીષ્મઋતુનો પ્રારંભ થશે. હાલ વસંત ઋતુ ચાલી રહી છે અને ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પણ વસંત ઋતુમાં આવે છે. (10) તા. 21ના શ્રી મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી થશે, આ દિવસે સાંજે 5-09 થી અમૃતસિધ્ધિ યોગ પણ બને છે. (12) તા.23 એપ્રિલ, મંગળવારના દિવસે ચૈત્રસુદ પુનમના દિવસે અજર અમર ભગવાન શ્રી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી લત્તે લત્તે ઉજવણી થશે. આ પહેલા તા. 22ના હાટકેશ્વર જયંતિ છે. (12) તા. 24ના એકલિંગજી પાટોત્સવ અને તા.૨૬ના રાજયોગ તથા તા. 27ના સૂર્યનો ભરણી નક્ષત્રમાં પ્રવેશ થશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *