Image:File Photo

Sanjay Manjrekar : રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL 2024ની 19મી મેચ ઘણાં કારણોસર ચર્ચામાં હતી. એક તરફ વિરાટ કોહલીએ સિઝનની પ્રથમ સદી ફટકારી હતી, તો બીજી તરફ જોસ બટલરે સદી ફટકારીને પોતાની ટીમને સતત ચોથી જીત અપાવી હતી. રાજસ્થાન રોયલ્સ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 5માંથી 4 મેચ હારી ચૂક્યું છે. આ સિવાય આ મેચમાં સંજય માંજરેકરની એક કોમેન્ટ પણ ચર્ચાનો વિષય બની હતી. આ ટિપ્પણીને કારણે માંજરેકર ટીકાનો શિકાર બન્યા છે.

રાજસ્થાન રોયલ્સ ગુલાબી જર્સી પહેરીને મેદાનમાં ઉતરી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ગુલાબી જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. RRએ ગ્રામીણ ભારતમાં મહિલા સશક્તિકરણ માટે પિંક પ્રોમિસ અભિયાન શરૂ કર્યું છે. જેમાં રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં મેચમાં દરેક છગ્ગા ફટકારવા માટે 6 સોલાર પેનલ લગાવવામાં આવશે અને તેનું કામ પણ મહિલાઓને આપવામાં આવશે.

 ફેન્સને સંજય માંજરેકરની કોમેન્ટ પસંદ ન આવી

મેચ દરમિયાન જ્યારે ટોસ થયો ત્યારે એક મહિલા પણ ત્યાં હાજર હતી. મહિલાએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને લેમ્પ અને સોલાર પેનલ આપી હતી. સંજુએ RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને લેમ્પ આપ્યો. આ બધી પ્રક્રિયાઓ પૂરી થયા પછી સંજય માંજરેકરે કહ્યું, ‘ચાલો હવે આપણે સિરિયસ બિઝનેસ તરફ પાછા ફરીએ.’ ફેન્સને સંજય માંજરેકરની આ કોમેન્ટ પસંદ ન આવી અને તેઓ આ પૂર્વ ખેલાડીની ટીકા કરી રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *