Middle East America Israel on high alert : છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાનને કુદકો માર્યો છે. કુદી પડ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાન સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પરના શંકાસ્પદ ઈઝરાયેલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે અને તેણે અમેરિકાને ‘સાઈડમાં રહેવા’ કહ્યું છે. આ સાથે મધ્ય પૂર્વ ઈરાનના મુખ્ય પ્રતિનિધિ હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલને ચેતવણી આપી છે કે તે યુદ્ધ માટે તૈયાર છે.
ટ્વિટર પર લખ્યું કે, ‘અમેરિકાએ એક બાજુ હટી જવું
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ઈરાને અમેરિકાને એક લેખિત સંદેશ મોકલ્યો છે, જેમા તેમણે નેતન્યાહુની જાળમાં ન ફસાય તેવી ચેતવણી આપી છે. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિના રાજકીય બાબતોના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ જમશીદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ઉલ્લેખ કરીને ટ્વિટર પર લખ્યું કે, ‘અમેરિકાએ એક બાજુ હટી જવું જોઈએ જેથી તમને કોઈ નુકસાન ન થાય. ‘ જમશીદીના કહેવા પ્રમાણે, ‘આ પત્રના જવાબમાં અમેરિકાએ ઈરાનને અમેરિકન ઠેકાણાઓ પર હુમલો ન કરવા માટે કહ્યું છે.’
‘અમેરિકા પણ હાઈ એલર્ટ પર’
ઈરાન દ્વારા કથિત રીતે મોકલવામાં આવેલા સંદેશા મામલે અમેરિકા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જો કે, સુત્રોના અહેવાલ મુજબ યુએસ હાઇ એલર્ટ પર છે અને આ વિસ્તારમાં ઇઝરાયેલ અથવા અમેરિકી ઠેકાણા સામે ઈરાન તરફથી ‘મહત્ત્વપૂર્ણ’ પ્રતિસાદની તૈયારી કરી રહ્યું છે.
તો અહીં એનબીસી (National Broadcasting Company)એ કોઈના નામ આપ્યા વગર અમેરિકન અધિકારીઓને ટાંકીને કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેનનું વહીવટીતંત્ર ચિંતિત છે કે, ઇઝરાયેલમાં કોઈપણ હુમલો થઈ શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, બાઈડેનના પ્રશાસને ઈરાનને સીધી માહિતી આપવાનું અસામાન્ય પગલું ભર્યું હતું કે, અમેરિકા આ વાતથી અજાણ હતું કે સોમવારે દમિશ્કમાં હુમલો થશે. તેના પરથી ખ્યાલ આવે છે કે, અમેરિકા મધ્ય પૂર્વમાં તેની સેના અને ઠેકાણાઓ પર હુમલા રોકવાની કોશિશ કરી રહ્યું હતું.