– સિસ્ટર ફ્રેન્સેસ્કાનો રોલ ભજવશે
– તબુ અગાઉ નેમસેક તથા લાઈફ ઓફ પાઈ જેવી હોલીવૂડ ફિલ્મો કરી ચૂકી છે
મુંબઇ : તબુએ હાલમાં વેબસીરીઝ ‘ડયૂન : પ્રોફેસી’માં એક મહત્વની ભૂમિકા મેળવી છે. તબુ ેઆ વેબ સીરિઝમાં સિસ્ટર ફ્રાંસેસ્કાના રોલમાં જોવા મળશે. પહેલા વેબ સીરિઝ ‘ડયૂન : ધ સિસ્ટરહુડ’ના નામે જાણીતી હતી, અને હવે તેનું નામ બદલીને ડયૂન: પ્રોફેસી કરવામાં આવ્યું છે.
અભિનેત્રી આ વેબ સીરીઝમાં એમિલિ વોટસન, શર્લી હેન્ડરસન સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. એકટ્રેસનું પાત્ર બહુ દમદાર હશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
તબુ માટે હોલીવૂડ પ્રોજેક્ટ કોઈ નવાઈની વાત નથી અગાઉ તે ‘લાઈફ ઓફ પાઈ’ તથા ‘નેમસેક’ સહિતની હોલીવૂડ ફિલ્મો કરી છે. કોઈ હોલીવૂડ પ્રોજેક્ટમાં ૧૨ વર્ષ પછી તેનું પુનરાગમન થઈ રહ્યું છે.