સુચિત્રા પિલ્લઈએ ઘણી હિન્દી ફિલ્મોમાં
પોતાના દમદાર અભિનયથી પોતાની ઓળખ બનાવી હતી. તેમણે પોતાના કરિયરની શરૂઆત ફ્રેન્ચ
ફિલ્મ ‘લે પ્રિક્સ ડી‘થી કરી હતી, ત્યારબાદ તેણે વર્ષ 2001માં હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી અને ફિલ્મ ‘બસ ઇતના સા ખ્વાબ‘થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
જેમાં કાસ્ટિંગ કાઉચ જેવી સમસ્યાનો પણ સમાવેશ થાય છે.
‘હિપ હિપ હુરે‘, ’24’, ‘પ્રધાનમંત્રી‘, ‘ફેશન‘ અને ‘બેઇન્તાહા‘ જેવી ઘણી શાનદાર ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલી સુચિત્રા પિલ્લઈએ ફિલ્મી
દુનિયા વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો શિકાર પણ બની
હતી જેના વિશે તે ખુલીને વાત કરતા જોવા મળી.
અભિનેત્રી સુચિત્રા પિલ્લઈએ પણ આ વિશે
ખુલીને વાત કરી હતી અને તેની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની દર્દનાક કહાની શેર કરી
હતી, જેણે બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ
જણાવ્યું કે, કેવી રીતે તેણે પોતાને કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવાથી બચાવી.
સુચિત્રાએ કહ્યું, ‘ક્યારેક તમને ઘણી તકો મળે છે, પરંતુ કેટલાક કાસ્ટિંગ કાઉચનો શિકાર બને છે. દરેક વ્યક્તિને ક્યારેક
ક્યારેક તેનો સામનો કરવો પડે છે.
સુચિત્રાએ કહ્યું, ‘ઘણા વર્ષો પહેલા મને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે મને પૂછ્યું કે,
શું તે સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગે છે? સુચિત્રાએ કહ્યું, ‘હા‘. આ પછી વ્યક્તિએ તેને કહ્યું, ‘એક ફિલ્મ છે જેમાં ઘણા મોટા કલાકારો કામ કરી રહ્યા છે અને ફિલ્મનું
નિર્દેશન પણ એક મોટા ડિરેક્ટર કરી રહ્યા છે. મને અભિનેતાની બહેનનો રોલ મળ્યો છે. હું
ખુશ થઈ ગઈ.
વાસ્તવમાં, ફોન પર વાત કરનાર વ્યક્તિએ તેણીને કહ્યું, ‘આ ફિલ્મમાં એક નવો નિર્માતા પોતાના પૈસા રોકી રહ્યાં છે, તેથી સુચિત્રાના મગજમાં વિચાર આવ્યો કે, કદાચ આ લોકો ઓછી ફી ચૂકવશે,
પરંતુ તે વ્યક્તિએ આગળ કહ્યું કે, નિર્માતા પ્રથમ
વખત ફિલ્મ બનાવી રહ્યા છે. તેથી તમારે થોડી સમજૂતી કરવાની જરૂર છે, જે પછી અભિનેત્રીએ આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. એકટ્રેસે કહ્યું
કે, ‘તમે જાણો છો કે હું કોણ છું, મેં ઘણી ફિલ્મો કરી છે અને હું એક અભિનેત્રી છું.‘
એકટ્રેસનું કહેવુ છે કે, ઇંડસ્ટ્રીમાં એવી ઘણી તકો
આવે છે જ્યાં તમને અમુક શરતો પર કામ કરવુ પડે છે. કાસ્ટીંગ કાઉચનો અનુભવ અસમાન્ય
નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એકટ્રેસ લાસ્ટ બીગ
ગર્લ ડોટ ક્રાઇમાં નજર આવી હતી.