અન્ય બાઈક ચાલક બાઈક મૂકી ફરાર

જેતપુરના નવાગઢ તથા સરધારપુરમાં રહેતા બન્ને મિત્રો મામાદેવનાં મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત

ગોંડલ: ગોંડલ તાલુકાનાં કમઢીયા પાસે મામદેવનાં મંદિર નજીક ગત રાત્રીનાં બે બાઈક સામસામા અથડાતા સર્જાયેલા અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

ગત રાત્રીનાં દશ વાગ્યાનાં સુમારે ગોંડલ-દેરડી રોડ પર આવેલા કમઢીયા ગામનાં મામાદેવના મંદિર નજીક બે બાઈક ધડાકાભેર સામસામા અથડાતા સર્જાયેલ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ ખોડીયારધામમાં રહેતા હિતેશ હરીભાઈ મકવાણા (ઉ.વ.૧૭)તથા જેતપુરના સરધારપુર રહેતા પ્રકાશ ભોવાનભાઇ મેણીયા (ઉ.વ.ર૦)ને ગંભીર ઇજાઓ પંહોચતા ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. અકસ્માતનો ભોગ બનનાર હિતેશ તથા પ્રકાશ બન્ને મિત્રો હતા. 

નવાગઢથી કમઢીયા મામાદેવનાં મંદિર દર્શન કરવા બાઈક પર જઈ રહ્યા હતા. બન્ને છુટક મજુરીકામ કરતા હતા. હિતેશ બે ભાઈઓનાં પરીવારમાં નાનો હતો. જ્યારે પ્રકાશ પણ બે ભાઈઓનાં પરીવારમાં નાનો હતો. અકસ્માતમાં સામેના બાઈક ચાલક અકસ્માત બાદ નાશી ગયો હોય સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.ફોટો છે..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *