Image:IANS
Pat Cummins : IPL 2024ની 18મી મેચમાં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 11 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું હતું. પેટ કમિન્સની આગેવાની હેઠળના SRHએ જીતના ટ્રેક પર વાપસી કરી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટર]નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર]માં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 18.1 ઓવરમાં 4 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
હું તેની સામે બોલિંગ કરવાનું પસંદ નહીં કરું – પેટ કમિન્સ
હૈદરાબાદને જીત અપાવવામાં એડન માર્કરમ (50) અને અભિષેક શર્મા (37)એ ખાસ ભૂમિકા ભજવી હતી. પેટ કમિન્સે મેચ બાદ અભિષેક શર્માના વખાણ કરતા કહ્યું કે, “હું અભિષેક સામે બોલિંગ કરવાનું પસંદ નહીં કરું.” અભિષેક શર્માએ માત્ર 12 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 300થી વધુ હતો.
ધોનીના ક્રિઝ પર આવતા દર્શકો થયા ખુશ
મેચ સમાપ્ત થયા બાદ SRHના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું, “અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. હું તેની સામે બોલિંગ કરવાનું પસંદ નહીં કરું. દર્શકોનો ઘણો સપોર્ટ હતો. જ્યારે એમ.એસ ધોની બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો ત્યારે દર્શકોનો ઉત્સાહ વધી ગયો હતો. અમને અહીં રમવાનું ગમે છે. અહીં અમારા ઘર જેવી પરિસ્થિતિ છે.”
પોઈન્ટ ટેબલ પર SRHની સ્થિતિ યથાવત
સનરાઈઝર્સ હૈદરાબાદે ભલે ચેન્નઈ સુપર કિંગ્સને સારા માર્જિનથી હરાવ્યું હોય, પરંતુ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાને યથાવત છે. SRHએ ચાર મેચમાં બે જીત નોંધાવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ માટે ચાર મેચમાં આ બીજી હાર હતી અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને યથાવત છે.