IPL 2024: આઈપીએલની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) હવે નવા વિવાદમાં ફસાઈ છે. તાજેતરના અહેવાલ અનુસાર સૂત્રોએ દાવો કર્યો છે કે લખનઉ પોલીસને સુરક્ષા બદલ ચૂકવવાના થતાં 10 કરોડ રૂપિયાની ચૂકવણી હજુ સુધી LSG તરફથી કરવામાં આવી નથી.
યુપી સરકારે પણ વસૂલીના પ્રયાસ ન કર્યા?
સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે યુપી સરકારના ગૃહ વિભાગ તરફથી પણ અત્યાર સુધી આ 10 કરોડ રૂપિયાના બાકી નીકળતાં લેણાની વસૂલીના પ્રયાસો કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે લખનઉમાં આઈપીએલની 7 મેચ રમાઈ હતી. સુરક્ષાની જવાબદારી લખનઉ પોલીસને સોંપવામાં આવી હતી. દરેક મેચ માટે LSGએ પોલીસ વિભાગને 1.25 કરોડ રૂપિયા સુરક્ષાની જવાબદારી તરીકે ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. એટલે કે સુરક્ષામાં લાગેલા કર્મીઓના એક દિવસના પગાર બરાબરની રકમ.
તો શું ચૂકવણી ન થઈ…?
જોકે સૂત્રોએ દાવો કર્યો છે કે આ રકમની ચૂકવણી કાયદા અનુસાર લખનઉ પોલીસને અત્યાર સુધી મળી જવી જોઇતી હતી પણ અત્યાર સુધી પોલીસને કંઈ મળ્યું નથી અને લખનઉની ટીમ મેચ હાર્યા બાદ તેના બોરિયા-બિસ્તરાં બાંધીને નીકળી ગઇ હતી. પોલીસને એક પણ બિલના પૈસાની ચૂકવણી કરાઈ નથી.
પોલીસ અને ગૃહ વિભાગ ક્યાં વ્યસ્ત?
પોલીસ અને ગૃહ વિભાગ વચ્ચે માત્ર પત્ર વ્યવહાર થઇ રહ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. આ મામલે જ્યારે લખનઉ પોલીસ સાથે વાતચીત કરવામાં આવી તી જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે કહ્યું કે જલદી જ ચૂકવણી થઇ જશે. જોકે ટીમ તરફથી અત્યાર સુધી આ મામલે કોઈ રિસ્પોન્સ મળ્યો નથી.