KKR Team Meeting Shah Rukh Khan: IPL 2024નો ઉત્સાહ ક્રિકેટ પ્રેમીઓમાં દેખાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ જીતવા માટે દરેક ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. જેમાં એક શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો સમાવેશ પણ થાય છે. કિંગ ખાનની સાથે અભિનેત્રી જુહી ચાવલા પણ KKRની કો-ઓનર છે. તેમના બંને બિઝનેસ પાર્ટનરની સાથે સારા મિત્રો પણ છે. તેમજ મેચ હાર્યા બાદ શાહરૂખ ટીમ સાથે મીટિંગ પણ કરે છે.
જૂહી ચાવલાએ કર્યો ખુલાસો
જૂહી ચાવલાએ કપિલ શર્માના શોમાં આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કેવી રીતે શાહરૂખ ખાન ટીમની હાર બાદ મીટિંગ કરે છે અને બધાની ક્લાસ લગાવે છે. આ ઉપરાંત જૂહી કહ્યું કે, “આઈપીએલની મેચ ચાલી રહી છે, તેથી મને લાગે છે કે જો શાહરૂખ, જય અને આપણે બધા એક સાથે ઉભા રહીશું તો કંઈક થશે, એનર્જી એવી હશે કે અમે ખૂબ સારું રમીશું.”
જુહી ચાવલાએ વધુમાં કહ્યું કે, “મેચ દરમિયાન શાહરૂખ ત્યાં ઊભો રહે છે અને જો મેચ અમારા પક્ષમાં નથી જઈ રહી, તો શાહરુખ મને ખીજાવા લાગે છે. અને જો અમર મેચ હારી જઈએ તો શાહરૂખ ટીમ મીટિંગ બોલાવે છે અને એવું લાગે કે હમણાં જ બધાને ખીજાશે, બધાની ક્લાસ લેશે.”
પરંતુ પછી જુહી ચાવલાએ કહ્યું કે શાહરૂખની મીટિંગ અન્ય લોકો કરતા બિલકુલ અલગ છે. તેણે કહ્યું, “મીટિંગમાં, શાહરૂખ આડાઅવળી વાતો કરે છે. તેમજ દરેક મેચની વાતો કરે છે. તે કોઈને કંઈ કહેતો નથી. બસ અંતમાં એટલું જ કહે છે કે સારું રમજો કહીને મીટિંગ પૂરી કરી દે છે.”