Sakshi Maharaj Controversy Statement : ભાજપ સાંસદ સાક્ષી મહારાજે લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) ટાણે વિવાદાસ્પદ નિવેદન કરતા ભારે હોબાળો થયો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદે કહ્યું કે, ‘ભારતમાં મુસ્લિમોની વસતી વધતા લોકશાહી રાષ્ટ્ર માટે સંકટ ઉભું થઈ શકે છે. ચાર પત્ની, 40 બાળકો ભારતમાં નહીં ચાલે…’
ભારતમાં મુસ્લિમોની વસ્તી વધારો લોકશાહી માટે ખતરો
તેમણે કહ્યું કે, ‘ભારતમાં મુસ્લિમોની વસ્તી (Muslim Population) વધવાથી લોકશાહી રાષ્ટ્ર માટે સંકટ ઉભું થઈ શકે છે. વસ્તીવધારા મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઈતિહાસ તરફ જોઈએ તો દેશના વિભાજન વખતે પાકિસ્તાન (Pakistan)માં હિન્દુઓની વસ્તી 23.5 ટકા હતી, જે વર્તમાન સમયમાં ઘટીને 2.5 ટકા છે, ત્યારે 21 ટકા હિન્દુઓ ક્યાં ગયા?’
‘સરકાર જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવે’
મેં પહેલા જ કીધું હતું કે, જનસંખ્યા નિયંત્રણ અંગે સમાન કાયદો બનાવવો જોઈએ, પછી તેમાં ભલે ‘હમ દો હમારે દો અથવા હમ દો હમારે એક’ હોય. ચાર પત્ની, 40 બાળકો ભારતમાં નહીં ચાલે. હું સરકારને વિનંતી કરી છું કે, તેઓ જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવે.’