Image Source: Twitter
New Slliance Squad: દક્ષિણ ચીન સાગરમાં વધી રહેલા તણાવ અને તાઈવાન અંગે વધી રહેલી ચિંતાઓ વચ્ચે અમેરિકા હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પોતાની વ્યૂહરચનાને નવું રૂપ આપી રહ્યું છે. અમેરિકાએ જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સ સાથે મળીને ચીન સામે એક નવા ક્ષેત્રીય ગઠબંધનની રૂપરેખા રાખી છે. આ ગઠબંધનને કથિત રીતે ‘સ્ક્વોડ’ અથવા નવું ક્વાડ નામ આપવામાં આવ્યું છે. અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને ગત ગુરુવારે હવાઈમાં ત્રણેય દેશોના પોતાના સમકક્ષો સાથે ઘણી બેઠકો કરી હતી. ચારેય દેશોએ આ જ એપ્રિલમાં દરિયાઈ સૈન્ય અભ્યાસ આયોજિત કર્યો અને આ વર્ષના અંતમાં વધુ અભ્યાસ કરવાની અપેક્ષા છે. આ ક્ષેત્રમાં અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે ક્વાડ નામનું વ્યૂહાત્મક ગઠબંધન પહેલેથી જ મોજુદ છે. આવી સ્થિતિમાં નવું ક્વાડ બનાવવાનો શું અર્થ છે અને તે ક્વાડથી કેટલું અલગ છે. શું અમેરિકાએ ભારતને બહાર કાઢી મૂક્યું છે?
કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના એશલે ટેલિસે જણાવ્યું કે, પહેલા ભારતમાં અને પછી અમેરિકામાં યોજાનારી આગામી ચૂંટણીઓને કારણે જૂના ક્વાડના શેડ્યુલિંગમાં સમસ્યા આવી રહી હતી, જેના કારણે કેટલીક કમી અનુભવાઈ રહી હતી. જ્યોર્જ ડબલ્યુ બુશના વિશેષ સહાયકે કહ્યું કે, તેની રચનાથી ક્વાડનું મહત્વ ઓછું નથી થતું. આનો અર્થ એ થયો કે ચીનને પડકારવા માટે અમેરિકાના તરકશમાં અનેક તીર છે. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટેલિસે જણાવ્યું કે, ચીન સાથેના સૈન્ય સંઘર્ષમાં AUKUS, સ્ક્વોડ અને અમેરિકી જાપાન ગઠબંધન જેવા મિનીલેટ્રલ ગઠબંધન ક્વાડ કરતાં વધુ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ક્વાડને બદનામ કરવા માટે નથી. તે માત્ર એક વ્યૂહાત્મક તથ્યને રેખાંકિત કરે છે.
દક્ષિણ ચીન સાગરમાં બેઈજિંગને રોકવાની તૈયારી
અમેરિકામાં સ્થિત ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ધ્રુવ જયશંકરે કહ્યું કે, આ સ્ક્વોડ એવા સમયે બનાવવામાં આવી છે જ્યારે બેઈજિંગે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ સપ્લાય જહાજો પર અનેક વખત પાણીની તોપો વડે હુમલો કર્યો છે. આ જહાજ BRP સિએરા માદ્રે પર તૈનાત ફિલિપાઈન્સના સૈનિકોને પુરવઠો પહોંચાડવા જાય છે. ચીન આ વિસ્તારો પર પોતાનો દાવો કરે છે. જયશંકરે કહ્યું કે, આ એ જ સ્થળ છે જ્યાં ચીન હાલના સમયે સૌથી વધુ દબાણ કરી રહ્યું છે, તાઈવાન કરતાં પણ વધુ છે. આ ખરેખર અમેરિકી ગઠબંધનની પરીક્ષા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અગાઉ કહ્યું હતું કે, વોટર કેનન ફાયરિંગ એ ચીનની પરવાનગી વિના ઘૂસણખોરી કરનારા જહાજો સામેનો જવાબ હતો. ચીને તેને પોતાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
તો ક્વાડ કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે નવું ગઠબંધન
નવી દિલ્હીને આ વર્ષે જાન્યુઆરીમાં ક્વાડનું શિખર સમ્મેલન બોલાવવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિના વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપતા તેને મોકૂફ ટાળી દેવામાં આવ્યુ હતું. જોન હોપકિન્સ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં સેન્ટર ફોર ઈસ્ટ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર કેંટ કોલ્ડરે કહ્યું કે, સ્પષ્ટપણે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો ત્રિકોણ ક્યાંક વધુ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ સેન્ટર ફોર અ ન્યુ અમેરિકન સિક્યોરિટીમાં ઈન્ડો-પેસિફિક સિક્યુરિટી પ્રોગ્રામના ડાયરેક્ટર લિસા કર્ટિસ એવું નથી માનતા. તેમણે કહ્યું કે ‘સ્ક્વોડ’ને ‘ક્વાડ’ના બદલે નહીં પરંતુ તેના પૂરકના રૂપમાં જોવુ જોઈએ.
કર્ટિસે કહ્યું કે, ભારત અમેરિકી ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. તેમણે કહ્યું કે, તાઈવાન સ્ટ્રેટ (જલડમરુમધ્ય) અથવા દક્ષિણ ચીન સાગરમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ અથવા સંકટની સ્થિતિમાં ભારત હિંદ મહાસાગર ક્ષેત્ર અને મલક્કા જલડમરુમધ્ય પર નજર રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે બંને વચ્ચે અંતર પ્રતિરોધની ઉપસ્થિતિ હોવાનો છે. સુરક્ષા સંવાદ સાથે સંકળાયેલું નામ હોવા છતાં ક્વાડ સુરક્ષા મુદ્દાથી દૂર રહ્યું છે. છેલ્લા ત્રણ શિખર સમ્મેલન બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનોમાં તેના નેતાઓના શાંતિ અને સ્થિરતાના સંદર્ભો સામેલ રહ્યા પરંતુ ક્યારેય પ્રતિરોધ અંગે વાત ન કરવામાં આવી.