Image: Facebook
Elon Musk: દુનિયાના સૌથી અમીર લોકોમાં ગણાતા અને ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કની કંપની ન્યૂરાલિંક કોર્પોરેશન ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. બ્રેઈન ટેક્નોલોજી સાથે જોડાયેલી આ કંપનીએ ગયા મહિને એક માનવીના મગજમાં ચિપ ફિટ કરી હતી. હવે કંપનીએ સ્વીકાર કર્યો છે કે આ ચિપમાં ખામી સર્જાઈ હતી. કંપનીએ આ વાતની જાણકારી એક બ્લોગ પોસ્ટ દ્વારા આપી.
ટિશૂથી હટવા લાગ્યા હતા થ્રેડ
કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં નોલેન્ડ નામના એક શખ્સના મગજમાં સર્જરી કરીને ચિપ લગાવી હતી. આ ચિપનો હેતુ માનવીના મગજને વધુ શક્તિશાળી બનાવવાનો હતો. ચિપ સાથે જોડાયેલા અમુક ઈલેક્ટ્રોડ થ્રેડને મગજના ટિશૂ સાથે જોડવામાં આવ્યા હતા. ચિપ લાગ્યાના અમુક અઠવાડિયા બાદ જ તેમાં મિકેનિકલ સમસ્યાઓ આવવાની શરૂ થઈ ગઈ હતી. આ થ્રેડ મગજના ટિશૂથી હટવાનું શરૂ થઈ ગયા હતા. કંપનીએ સ્વીકાર કર્યો કે તેની આ ડિવાઈસે યોગ્ય રીતે કામ કર્યું નથી.
બાદમાં સુધારો થયો
કંપનીએ કહ્યું કે આ સમસ્યાને એક સોફ્ટવેર દ્વારા યોગ્ય કરી દેવાઈ હતી. જે બાદ આ ચિપે સારુ કામ કર્યું અને નોલેન્ડના શરૂઆતી પ્રદર્શનને પાછળ છોડી દીધુ. કંપનીએ કહ્યું કે હવે તે આની પર કંટ્રોલ માટે કામ કરી રહી છે. કંપનીનો હેતુ આ ચિપને રોબોટિક આર્મ અને વ્હીલચેરમાં ઉપયોગ કરવાનો છે જેથી તેને તે લોકો સરળતાથી ઉપયોગ કરી શકે જે માનસિક રીતે વિકસિત થતા નથી.
કંપની વિશે જાણો
ઈલોન મસ્કે વર્ષ 2016માં આ કંપનીની શરૂઆત કરી હતી. આ કંપનીનો હેતુ એવી ચિપ બનાવવાનો છે જે માનવીના મગજ અને કોમ્પ્યુટરની વચ્ચે સારુ કોમ્યુનિકેશન સ્થાપિત કરી શકે. કંપની આ ચિપને વધુથી વધુ માનવીમાં લગાવવા ઈચ્છે છે.
કો-ફાઉન્ડરે છોડી કંપની
તાજેતરમાં જ ન્યૂરાલિંક કંપનીના કો-ફાઉન્ડર બેન્જામિન રાપોપોર્ટે આ કંપનીને છોડી દીધી છે. બેન્જામિને આ કંપનીના કાર્યને લઈને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આ માનવી માટે સુરક્ષિત ગણાવ્યુ નહીં. વ્યવસાયે ન્યૂરોસર્જન બેન્જામિને એક પોડકાસ્ટમાં જણાવ્યુ કે કંપની જે કામ કરી રહી છે. તે માનવી માટે સુરક્ષિત નથી. કંપની જે નાના-નાના ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે. તે માનવીના મગજને નુકસાન પહોંચાડી શકે છે.