નવી દિલ્હી,9 મે,૨૦૨૪, ગુરુવાર
ઇએસી-પીએમ દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી (હિંદુ) ધરાવતા ૧૯૫૦ થી ૨૦૧૫ સુધીમાં ૭.૮૨ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે. વર્કિગ પેપરમાં જણાવ્યા અનુસાર ૧૬૭ દેશોમાં ભારત અને મ્યાંમારમાં બહુમતી વસ્તીમાં ઘટાડો થયો છે. મ્યાંમારમાં બહુસંખ્યકની વસ્તી ૧૦ ટકા જેટલી ઘટી છે. ૧૯૫૦માં મુસ્લિમ આબાદી ૯.૮૪ ટકા હતી જે વધીને ૧૪.૦૯ થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ પેપર સલાહકાર ઇએસી -પીએમ અપૂર્વકુમાર મિશ્રા અને ઇએસી -પીએમ પ્રોફેશનલ અબ્રાહમ જોસ દ્વારા લખવામાં આવ્યું છે. આ વર્કિગ પેપર માટે ૨૦૧૯માં એસોસિએશન ઓફ રિલિજન ડેટા આર્કાઇવ્સ (એઆરડીએ) દ્વારા પ્રકાશિત સ્ટેટસ ડેટાસેટ પ્રોજેકટની ધાર્મિક વિશેષતાઓ-જનસાંખ્યિકી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પાકિસ્તાન,બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાઇ પાડોશી દેશોની પરીસ્થિતિ જોતા ઉલ્લેખનીય છે જેમાં બહુસંખ્યક આબાદીમાં વધારો થયો છે જયારે અલ્પસંખ્યકની આબાદી ચિંતાજનક રીતે વધી છે.