Lok Sabha Elections 2024: ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠક પર આજે (સાતમી મે) ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના એનિમેટેડ મિસ્મ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને નેતાઓ એક મંચ પર ભીડની સામે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ મામલે વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે.
વડાપ્રધાન મોદીએ આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ પોલીસની કાર્યવાહી અને મમતા બેનર્જી પર નિશાન સાધતા એનિમેટેડ વીડિયોની પ્રશંસા કરી હતી. તેમણે ‘X’ પર લખ્યું- તમારા બધાની જેમ ખુદને આ રીતે ડાન્સ કરતા જોઈને આનંદ થયો. ચૂંટણી સમયે આવી ક્રિએટિવિટી ખરેખર આનંદ આપે છે.’
બંગાળ પોલીસ હરકતમાં આવી
બંગાળ પોલીસે આ વીડિયોને લઈને હરકતમાં આવી હતી. કોલકાતા પોલીસના ક્રાઈમ સેલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનાર યુઝર્સને નોટિસ મોકલી છે. પોલીસે યુઝર્સને તેનું નામ અને સરનામું પૂછ્યું અને તેની પોસ્ટ ડિલીટ કરવા કહ્યું. મમતા બેનર્જી આ વીડિયોને લઈને ગુસ્સે થયા હતા. તેમણે પોલીસને ત્યાં સુધી આદેશ આપ્યા કે આવી પોસ્ટ કરનારા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવે.
સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘આ પ્યોર ગોલ્ડ છે. જેણે આ બનાવ્યું તેને ઓસ્કાર મળવો જોઈએ.’ કોલકાતા પોલીસે આ પોસ્ટ પર લખ્યું કે, ‘કૃપા કરીને તરત જ તમારું નામ અને સરનામું જણાવો. જો તમે માહિતી નહીં આપો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.’ જો કે, યુઝર્સે સીએમ મમતા બેનરજીનો વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું હતું.