Photo credit: Instagram @ananyabirla

Ananya Birla Business: આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલા હવે સિંગિગ છોડવાનો નિર્ણય કર્યો છે. તે હવે બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. અનન્યાએ તેનું મ્યુઝિક   કારકિર્દી વર્ષ 2016 માં શરૂ કરી હતી.

સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 

અનન્યા બિરલાએ એક પોસ્ટ શેર કરતા કહ્યું,આ મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ, બિઝનેસને આગળ વધારવો જરૂરી બની ગયો હતો. બે રીતે ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની ગયું હતું. મને સંગીત અને બિઝનેસ એકસાથે ચલાવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું તમને કહી શકતી નથી કે, મારા માટે સંગીત છોડવું કેટલું મુશ્કેલ છે. તમે બધાએ મને જે પ્રેમ આપ્યો તે બદલ આભાર.

અનન્યા બિરલાએ વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મેં બનાવેલું સંગીત તમને બધાને ગમ્યું. કદાચ એક દિવસ તમને તમારા લોકો દ્વારા બનાવવામાં આવેલું અંગ્રેજી સંગીત વધુ ગમશે. આપણા દેશમાં ઘણી પ્રતિભા છે. ફરી એકવાર તમારા બધાનો આભાર. સંગીતને વિદાય આપવાનો હવે યોગ્ય સમય છે. પ્લેટિનિયમ એવોર્ડ મેળવનાર અનન્યા બિરલા ભારતની પ્રથમ સંગીત કલાકાર હતી.

કુમાર મંગલમ બિરલાની મોટી પુત્રી અનન્યા બિરલાએ માઇક્રોફાઇનાન્સ કંપની સ્વતંત્ર માઇક્રોફિન (Svatantra Microfin) અને ડિઝાઇન હાઉસ યુનિટ અસાઇની (Ikai Asai) સ્થાપના કરી હતી. ગયા વર્ષે તેમને આદિત્ય બિરલા ગ્રૂપની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના (Grasim Industries) બોર્ડમાં પણ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *