Image: @sunidhichauhan5 Instagram
Sunidhi Chauhan : ભારતની મોસ્ટ પોપ્યુલર સિંગરમાંથી એક સુનિધિ ચૌહાણનું નામ છે. સુનિધિ ઘણીવાર સ્ટેજ શો પણ કરે છે. થોડા દિવસો પહેલા સુનિધિ ચૌહાણે દેહરાદૂનમાં યુનિવર્સિટી ફેસ્ટમાં પરફોર્મ કર્યું હતું. પરંતૂ અહીં સુનિધિ ચૌહાણ સાથે એવું કંઇક થયુ કે, ફેન્સ પણ નારાજ થઇ ગયા છે.
સ્ટેજ શો દરમિયાન ઘણા ચાહકોએ ઉત્સાહમાં હવામાં પાણીની બોટલો પણ ફેંકી હતી. આવી જ એક બોટલ સ્ટેજ પર પહોંચી અને સુનિધિના માઈક્રોફોન સાથે અથડાઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી ગાયકના ચાહકો ખૂબ નારાજ થઈ ગયા હતા. આ ઘટનાને લઇને સુનિધિને પોતાનું મૌન તોડ્યું છે.
સુનિધિ ચૌહાણે મૌન તોડ્યું
સુનિધિ ચૌહાણે કહ્યું, “હું મારું બીજું છેલ્લું ગીત રજૂ કરી રહી હતી અને ભીડ મસ્તી કરી રહી હતી. તેઓ હવામાં બોટલો ફેંકી રહ્યા હતા અને તેમાંથી એક સ્ટેજ પર પડી હતી કારણ કે તેમાં પાણી હતું. જ્યારે મેં કહ્યું, ‘શું થઈ રહ્યું છે? ‘શો બંધ થઈ જશે’, ત્યારે પબ્લિકે કહ્યું કે, ‘ના, પ્લીઝ ના.’,”
કલાકારો સાથેના દુર્વ્યવહારની નિંદા કરી
આ ઘટનાને યાદ કરતાં સુનિધિએ કહ્યું કે, બોટલ મારા માઇક્રોફોન સાથે અથડાઈ હતી. માઈક મારા મોંની નજીક હોત તો મને ઈજા થઈ શકી હોત અને કદાચ મેં અલગ રીતે પ્રતિક્રિયા આપી હોત. આવું કહીને, મને ભૂતકાળમાં કેટલાક શો યાદ છે જ્યારે લોકોએ જાણીજોઈને કલાકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું આ ખોટું છે. હું તેની સખત નિંદા કરું છું.”
સુનિધિના શોમાં બોટલ ફેંકવાનો વીડિયો વાયરલ
સુનિધિના શો દરમિયાન વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંગર સુનિધિ ચૌહાણ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી. આ દરમિયાન પ્રેક્ષકોમાંથી કોઈએ તેના પર પાણીની બોટલ ફેંકી. બોટલ તેની બાજુમાં પડી સિંગર સંપૂર્ણપણે ચોંકી ગઈ. સિંગરે ગીત ગાવાનુ બંધ કરીને અને શ્રોતાઓને પૂછ્યું, “શું ચાલી રહ્યું છે?” જો તમે બોટલ ફેંકશો તો શું થશે? શો બંધ થઈ જશે. શું તમે આ ઇચ્છો છો?”
રિપોર્ટ્સ અનુસાર, સુનિધિ ચૌહાણ શ્રી ગુરુ રામ રાય યુનિવર્સિટીના વાર્ષિક ફેસ્ટ ઝેનિથ 2024માં પહોંચી હતી. આ વીડિયોને 3 મેના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો અને તેના થોડા જ કલાકોમાં તેને 60,000થી વધુ લાઈક્સ મળ્યા હતા અને તેના પર ઘણી કોમેન્ટ્સ પણ કરવામાં આવી હતી.