Image Source: Instagram
IPL 2024 Playoff all teams scenario: IPL 2024 10 ટીમો વચ્ચે ટ્રોફી જીતવા માટે ચાલી રહેલી જંગમાં અત્યાર સુધીમાં 55 મેચ રમાઈ ચૂકી છે. સ્થિતિ એ છે કે અત્યાર સુધી એક પણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થઈ શકી. હજુ 15 મેચ રમવાની બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સને છોડીને બાકી તમામ 9 ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની રેસમાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 16 પોઈન્ટ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા નંબર પર છે. ચાલો જાણીએ પ્લેઓફમાં દરેક ટીમનું પહોંચવાનું સંપૂર્ણ સમીકરણ.
કોલકાતા નાઈટ રાઈડર્સ
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ અત્યાર સુધીમાં 11 મેચ રમી ચૂકી છે જેમાંથી તેણે 8માં જીત મેળવી છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના 16 પોઈન્ટ છે. ત્રણ મેચ બાકી છે. જીત સાથે ટીમ ટોપ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.
રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસનની કેપ્ટનશિપમાં આ સિઝન રમી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. KKRની જેમ RR પાસે પણ 16 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાં તેણે 8 મેચમાં જીત મેળવી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચાર મેચ બાકી છે. એક જીતની સાથે જ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં રમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ચેન્નાઈ અત્યાર સુધી 11 મેચ રમી ચૂકી છે જેમાં 6 જીત અને 5 હાર સામેલ છે. બાકીની ત્રણ મેચોમાંથી ટીમને 2 મેચ મોટા માર્જિનથી જીતવી પડશે અથવા ત્રણેય જીતીને ટીમ પ્લેઓફની રેસ માટે ક્વોલિફાય થઈ જશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ
પેટ કમિન્સની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. SRH અત્યાર સુધીમાં 11 મેચ રમી ચૂકી છે. જેમાં 6 જીત અને 5 હાર સામેલ છે. બાકીની ત્રણ મેચોમાંથી ટીમને 2 મેચ મોટા માર્જિનથી જીતવી પડશે અથવા ત્રણેય જીતીને ટીમ પ્લેઓફની રેસ માટે ક્વોલિફાય થઈ જશે.
લખનઉ સુપર જાયન્ટ્સ
લખનઉની ટીમ આ IPL સિઝન કેએલ રાહુલની કેપ્ટનશિપમાં રમી રહી છે. ટીમ અત્યાર સુધી 11 મેચ રમી ચૂકી છે જેમાં 6 જીત અને 5 હાર સામેલ છે. ટીમનો રન રેટ -0.371 છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ટીમને ત્રણમાંથી બે મેચ મોટા માર્જિનથી અથવા ત્રણેય મેચ જીતવી પડશે તો ટોપ-4માં એન્ટ્રી થશે.
દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સની ટીમ ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ આ IPL સિઝન રમી રહી છે. ટીમ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે જેમાં 5 મેચમાં જીત મેળવી છે અને 6 મેચમાં હાર મળી છે. ટીમનો રન રેટ -0.442 છે. પોઈન્ટ ટેબલમાં ટીમ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ટીમને બાકીની ત્રણ મેચ મોટા માર્જિનથ જીતવી પડશે તો જ ટોપ-4માં સ્થાન બનાવવું શક્ય છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
RCBની ટીમ ફાફ ડુપ્લેસિસની કેપ્ટનશિપમાં આ IPL સિઝન રમી રહી છે. ટીમ અત્યાર સુધી 11 મેચ રમી છે જેમાં 4 જીત અને 7 હાર સામેલ છે. ટીમનો રન રેટ -0.049 છે. પોઈન્ટ ટેબલમાં ટીમ 8 પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ટીમને બાકીની ત્રણેય મેચો મોટા માર્જિનથી જીતવી પડશે, જેથી રન રેટમાં સુધારો થવાની સાથે-સાથે ટીમના 14 પોઈન્ટ થઈ જાય અને બાકીની ટિમોના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે.
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સની ટીમે અત્યાર સુધી 11 મેચ રમી છે જેમાં 4 જીત અને 7 હાર સામેલ છે. ટીમનો રન રેટ -0.187 છે. પોઈન્ટ ટેબલમાં ટીમ 8 પોઈન્ટ સાથે 8મા નંબર પર છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ટીમને બાકીની ત્રણ મેચો મોટા માર્જિનથી જીતવી પડશે, જેથી રન રેટ વધુ સારો રહેવાની સાથે-સાથે ટીમનો સ્કોર 14 પોઈન્ટનો થઈ જશે અને બાકીની ટિમોના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે કે પંજાબના પક્ષમાં આવે.
ગુજરાત ટાઈટન્સ
શુભમન ગીલની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલી ગુજરાતની ટીમ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે જેમાં 4 જીત અને 7 હાર સામેલ છે. ટીમનો રન રેટ -1.320 છે. પોઈન્ટ ટેબલમાં ટીમ 8 પોઈન્ટ સાથે 10મા નંબર પર છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ટીમને બાકીની ત્રણેય મેચો મોટા માર્જિનથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થવાની સાથે-સાથે ટીમના 14 પોઈન્ટ થઈ જાય અને અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
મુંબઈ ઈન્ડિયન્સ
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં આ IPL સિઝન રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લગભગ બહાર થઈ ચૂકી છે. ટીમ 12 મેચ રમી છે જેમાં તેને માત્ર 4 મેચમાં જીત મળી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો ટીમ બાકીની બંને મેચો જીતી જાય તો તેના માત્ર 12 પોઈન્ટ જ હશે, જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતા નથી.