– CNN ન્યૂઝ-18નો આંચકાજનક અહેવાલ
– ખાલિસ્તાની નિજ્જરની હત્યા અંગે 3 ભારતીયો ગિરફતાર : સ્ટુડન્સ વીઝા પર કેનેડા ગયેલા તે ત્રણે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે
ઓટાવા : ખાલીસ્તાનવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા કેસમાં ૩ ભારતીય સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે ‘સ્ટુડન્ટ વીસા’ ઉપર કેનેડા પહોંચ્યા હતા. આ ત્રણે કમલપ્રીત સિંઘ, કરતપ્રીત સિંઘ અને કરણ સિંઘ બ્રાર ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. કમલપ્રીત જલંધરનો રહેવાસી છે. કરતપ્રીતનાં કુટુમ્બીજનો ડ્રાઇવરનું કામ કરે છે. કરન બ્રાર પણ સ્ટુડન્ટ વીસા પર કેનેડા ગયો હતો.
કેનેડા કહે છે કે તે ત્રણેની ધરપકડ પછી તે હત્યા સાથે ભારતના કનેકશનની પણ તપાસ આવે છે. પરંતુ ભારતને કોઈ નક્કર સાબિતી કેનેડા હજી સુધી આપી શક્યું નથી.
બીજી તરફ જો સી.એન.એન. ન્યૂઝ એજન્સીનો રીપોર્ટ માનીએ તો (કેનેડાના) જાસૂસી વિભાગે આપેલી માહિતી પ્રમાણે કેનેડાના ખાલીસ્તાની સમર્થકો, પાકિસ્તાનની ખતરનાક ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) સાથે મળીને કામ કરે છે, અને અપરાધી બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને કેનેડાના વીઝા અપાવે છે.
ઓછામાં ઓછા એવા ૭ લોકો છે કે જેઓ પંજાબમાં ગુનાઓ કરી કેનેડા નાસી ગયા છે. આ બધા ઉપર ખંડણી લેવાના, ડ્રગ તસ્કરીના, હત્યા કે હત્યાના પ્રયાસોના તથા આતંકી ગતિવિધિઓમાં સામેલ થવાના કે તેને સાથ આપવાના આરોપો છે.
નિજ્જર હત્યામાં સંડોવાયેલો મનો પહેલો ગેંગસ્ટર લખવીર સિંહ લાંડા, પંજાબનાં બરીકેમો વતની છે. ૨૦૧૭માં તે કેનેડા નાસી ગયો હતો. તેની ઉપર ખંડણી ઉઘરાવવાના, ડ્રગ તસ્કરીના અને ટાર્ગેટ કીલીંગના આરોપો હતા. તે ‘બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ’નો સભ્ય છે. તેણે રોકેટ લોન્ચર દ્વારા (ભારત સ્થિત) પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર હુમલો પણ કરી ચુક્યો છે. બીજું નામ રણદીપ સિંઘ ઉર્ફે ‘રમણ-જજ’નું છે તે જયપાલ ભુલ્લર ગેંગ સાથે જોડાયેલો છે તે ‘ખાલીસ્તાન ટાઈગર ફોર્સ’નો સભ્ય છે. આ રીતે ચરણજિત સિંહ ઉર્ફે રીન્કુ ગુરૂવિંદર સિંઘ ઉર્ફે બાળા ડલ્લા, અર્શદીપ સિંઘ, ઉર્ફે અર્શ ડલ્લા, સતવીર સિંહ અને સ્નોવીર સિંહ ઉર્ફે ઢિલ્લો, તે સર્વે પંજાબના એવા ગેંગસ્ટર્સ છે કે જેઓ પોલીસથી છુપાતા ફરતા હતા અને પછીથી કેનેડા ચાલ્યા ગયા.
આ કાર્યવાહીમાં તેમને પાકિસ્તાનની લશ્કરી જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) તથા કેનેડામાં રહેતા ખાલીસ્તાની સમર્થકો સાથ આપે છે. આ ગેંગસ્ટર્સ ભારતીય કાનૂનના પંજામાંથી છૂટી ગયા છે, પરંતુ ત્યાં અપરાધિક ગતિવિધિઓમાં જોડાયેલા રહે છે.