Qantas Airline : ભૂતિયા ફ્લાઈટ સ્કેન્ડલમાં ફસાયેલી કંતાસ એરલાઈન્સે ફ્લાઈટો કેન્સલ કર્યા બાદ લગભગ 86000 કસ્ટમર્સને ટિકિટ વેંચવી ભારે પડી છે. આ મામલે ઓસ્ટ્રેલિયન એરલાઈન્સે છેવટે ભૂલ સ્વિકારી લીધી છે અને 6.6 કરોડ ડૉલર ચુકવવા પણ તૈયાર થઈ ગઈ છે. આ ઉપરાંત એરલાઈન્સ તમામ કસ્ટમર્સને 1.3 ડૉલરનું વળતરણ પણ ચુકવશે.
કસ્ટમર્સોએ કેન્સલ થયેલી ફ્લાઈટોનું બુકિંગ કરાવતા છેતરાયા
વાસ્તવમાં કંતાસ એરલાઈન્સે કોવિડ લોકડાઉન હટ્યા બાદ કસ્ટમર્સ સાથે છેતરપિંડી કરી હતી, જેનો એરલાઈન્સની સીઈઓ વેનેસા હડસને (Vanessa Hudson) સ્વિકાર કર્યો છે. ઓસ્ટ્રેલિયન પ્રતિસ્પર્ધા પંચે જણાવ્યું કે, કંતાસ એરલાઈન્સે પોતાની ભુલ સ્વિકારી લીધી છે. એરલાઈન્સે સ્વિકાર કર્યો છે કે, તેણે કેન્સલ થયેલી ફ્લાઈટોની જાહેરાત આપી હતી, જેના કારણે ઘણા કસ્ટમર્સોએ બે દિવસ પહેલા ટિકિટો પણ બુક કરાવી લીધી હતી. આ મામલે હડસને માફી માંગી છે. તેમણે કહ્યું કે, લોકડાઉન હટ્યા બાદ અમારા દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપિંડી કરવામાં આવી, અમે અમારા સ્ટાન્ડર્ડને નબળું પાડ્યું. અમારી ભુલના કારણે ઘણા કસ્ટમર્સ પરેશાન થયા. અમે આ મામલે માફી માંગીએ છીએ.
એરલાઈન્સે અગાઉ ટિકિટ વેંચી હોવાનો ઈન્કાર કર્યો હતો
આ પહેલા કંતાસ એરલાઈન્સે કેન્સલ થયેલી ફ્લાઈટની ટિકિટો વેંચવાનો ઈન્કાર કર્યો હતો. તે દરમિયાન એરલાઈન્સે કહ્યું હતું કે, કસ્ટમર્સોએ બંડલ ઑઉફ રાઈટ્સ અને વચન ખરીદ્યું હતું. તે મુજબ એરલાઈન્સ તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા માટે તૈયાર હતી. ઓસ્ટ્રેલિયન પ્રતિસ્પર્ધા પંચના ચેરપર્સન જીના કેસ ગૉટલિબે કહ્યું કે, કંતાસ એરલાઈન્સની ભુલ સ્વિકારવા લાયક નથી. તેમના કારણે કસ્ટમર્સની રજાઓ, બિઝનેસ અને ટ્રાવેલ પ્લાનને બહોળું નુકસાન થયું છે. અમે એરલાઈન્સ વિરુદ્ધ કાર્યવાહી કરીને સંદેશો આપવા માંગીએ છીએ કે, ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહેલી કંપનીઓ કસ્ટમર્સ સાથે ઈમરાનદારી સાથે વર્તન કરે.