Lok Sabha Elections 2024 | આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. તેમાં ગુજરાતની તમામ 25 બેઠકો અને અન્ય પેટાચૂંટણીઓ માટે પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે જાણી લો કે કયા દસ્તાવેજોની તમને જરૂર પડશે વોટ આપવા માટે.  જો કોઈ મતદાર પાસે મતદાર માહિતી કાપલી ન હોય અને તેનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય, તો મતદાર 13 ફોટો આધારિત વિકલ્પમાંથી કોઈપણ એક બતાવીને પોતાનો મત આપી શકશે. જેમાં આ દસ્તાવેજોનો સમાવેશ થાય છે. 

મતદાન કરવા માટે આ છે જરૂરી દસ્તાવેજો 

ફોટો સાથેનું મતદાર આઈડી કાર્ડ

આધાર કાર્ડ

પાન કાર્ડ

દિવ્યાંગ યુનિક આઈડી કાર્ડ

ડ્રાઈવિંગ લાયસન્સ

મનરેગા જોબ કાર્ડ

પેન્શન દસ્તાવેજ (ફોટો સાથે)

પાસપોર્ટ

પાસબુક (ફોટો સાથે બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ)

ફોટો સાથે સેવા ઓળખ કાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ઉપક્રમ/ પબ્લિક લિમિટેડ કંપનીઓ)

સાંસદો અને ધારાસભ્યો દ્વારા જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ

NPR હેઠળ RGI દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ

આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ) 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *