Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીના મહાપર્વની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સહિત ઘણાં દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પહોંચ્યા છે અને અહીં મતદાન પણ કરી રહ્યા છે. આ દરમિયાન આ વખતે ત્રીજા તબક્કામાં મહત્ત્વપૂર્ણ 10 કેન્દ્રીય મંત્રીઓની કિસ્મત પણ દાવ પર લાગેલી છે.
આ 10 કેન્દ્રીય મંત્રીઓની કિસ્મત દાવ પર
1. અમિત શાહ, ગૃહમંત્રી (ગાંધીનગર બેઠક)
2. જ્યોતિરાદિત્ય સિંધિયા, નાગરિક ઉડ્ડયન મંત્રી (ગુના સીટ)
3. મનસુખ માંડવિયા, આરોગ્ય મંત્રી (પોરબંદર બેઠક)
4. નારાયણ રાણે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠક)
5. એસપી સિંહ બઘેલ, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી, (આગરા સીટ)
6. શ્રીપદ યસો નાઈક, કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી, (ઉત્તર ગોવા)
7. પરશોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, (રાજકોટ બેઠક)
8. દેવુસિંહ ચૌહાણ, સંચાર રાજ્ય મંત્રી (ખેડા બેઠક)
9. ભગવંત ખુબા, કેન્દ્રીય રાજ્ય મંત્રી (બિદર બેઠક)
10. પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી (ધારવાડ બેઠક)