Image Source: Instagram
IPL 2024, Travis Head: સનરાઈઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક ખેલાડી ટ્રેવિસ હેડ (Travis Head) IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હેડના કારણે જ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. હેડની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. ઓસ્ટ્રેલિયન ટીમનો સ્ટાર બેટર ટ્રેવિસ હેડ અને મોડલ જેસિકા ડેવિસ લાંબા સમય રાહ જોયા બાદ 2023માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ 15 એપ્રિલના રોજ એડિલેડમાં લગ્ન કર્યા હતા. તેઓ એક વખત વિમાન દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા હતા.
વિમાન દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા હતા
ટ્રેવિસ અને જેસિકાની સગાઈ માર્ચ 2021માં થઈ હતી. સપ્ટેમ્બર 2022માં બંને પુત્રીના માતા-પિતા બન્યા હતા. જેસિકાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને લગ્નની ખબરનો ખુલાસો કર્યો હતો. ટ્રેવિસ હેડ અને જેસિકા ડેવિસ મે 2022માં વિમાન દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા હતા. બંને માલદીવ રજા માણવા ગયા હતા. તે સમયે જેસિકા ગર્ભવતી હતી.
જેસિકાએ સોશિયલ મીડિયા પર ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, મોલદીવથી પરત ફરતા પ્લેનમાં કોઈ સમસ્યા સર્જાઈ હતી. ટેકઓફના અડધા કલાક બાદ વિમાનની એક દ્વિપ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગ દરમિયાન બીજા પ્રયાસમાં અમારું વિમાન લપસીને મેદાનમાં ચાલ્યુ ગયુ. જેસિકા ડેવિસે જણાવ્યું કે, તે એક ફિલ્મ જેવું લાગતું હતું. અમે બધા ખૂબ ડરી ગયા હતા.
IPL 2024ની સફર હેડ માટે શાનદાર રહી
IPL 2024ની સફર હેડ માટે શાનદાર રહી છે. હેડ આ વર્ષે અત્યાર સુધીમાં 9 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે કુલ 396 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 194 રહ્યો છે. ટ્રેવિસ હેડે 1 સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. હવે જોવાનું એ રહેશે કે હેડ ટીમને સેમીફાઈનલમાં લઈ જવામાં સફળ રહે છે કે નહીં. હૈદરાબાદ ક્વોલિફાઈંગની ખૂબ નજીક છે.