– ઉધનામાં નહાયા બાદ 40 વર્ષનો યુવાન તો રાંદેરમાં
નોકરી પરથી આવ્યા પછી 40 વર્ષના યુવાનની તબિયત બગડી હતી
સુરત :
શહેરમાં
લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતના બનાવોમાં વધારો થઇ
રહ્યો છે. તેવા સમયે ઉધનામાં બાથરૃમમાં નહાયા બાદ ૪૦ વર્ષનો યુવાન અને રાંદેરમાં
નોકરીથી આવ્યા પછી ૪૦ વર્ષના યુવાનની તબિયત લથડતા બેભાન થયા બાદ મોત થયા હતા.
સિવિલ હોસ્પિટલથી
મળેલી વિગત મુજબ ઉધના ખાતે દાદામેલની પાસે આવેલા ડાઈંગ ખાતામાં રહેતો અને ત્યાં કામ
કરતો ૪૦ વર્ષનો રામરાજ હીરાલાલ પ્રજાપતિ આજે રવિવારે સવારે બાથરૃમમાં નહાવા ગયા પછી
રૃમમાં બેઠો હતો ત્યારે તેની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર
માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. તે દોઢ માસ પહેલા રોજીરોટી માટે સુરત આવ્યો હતો. તેને
સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે.
બીજા
બનાવમાં રાંદેર રામનગર ખાતે દીપમાલા સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષનો રતનસિંહ હીરસિંહ
શનિવારે રાત્રે હજીરાની કંપનીમાં રહેવાની નોકરી કરી ઘરમાં આવી આરામ કરતો હતો.
બાદમાં તેની અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી સારવાર માટે નવી સિવિલ
હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ રાજસ્થાનના
ઉદયપુરનો વતની હતો. તેને બે સંતાન છે.