Image: Facebook
Harshal Patel: IPL 2024માં 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે રમવામાં આવી. આ મેચને સીએસકેએ 28 રનથી જીતી લીધી હતી. આ મેચમાં પંજાબ કિંગ્સના બોલર હર્ષલ પટેલે કમાલની બોલિંગ કરી. આ સિઝનમાં એમએસ ધોનીની સામે અત્યાર સુધી જે કામ કોઈ પણ ટીમનો બોલર કરી શક્યો નથી તે હર્ષલે કરીને બતાવ્યુ. જોકે ધોનીની વિકેટ લીધા બાદ હર્ષલે કોઈ જશ્ન મનાવ્યો નહીં. તેનું કારણ પણ હર્ષલે મેચ બાદ જણાવ્યું.
ધોની IPL 2024માં પહેલી વખત આઉટ થયો
IPL 2024માં સીએસકેનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની અત્યાર સુધી કોઈ પણ ટીમની સામે આઉટ થયો નહોતો. દરેક મેચમાં ધોની સીએસકે માટે 20-30 રન બનાવતો હતો પરંતુ પંજાબ સામે આવુ થઈ શક્યુ નહીં. દરેક મેચમાં ચાહકો ધોનીની બેટિંગની આતુરતાથી રાહ જોવે છે. આ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. જ્યારે શાર્દુલ ઠાકુર આઉટ થયો તો સ્ટેડિયમમાં ધોની-ધોનીની બૂમો પડવા લાગી. તે બાદ ધોની મેદાન પર આવ્યો પરંતુ આ મેચમાં તે કંઈ ખાસ બેટિંગ કરી શક્યો નહીં.
ધોની હર્ષલ પટેલના પહેલા જ બોલ પર ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો. આ પહેલી વખત હતુ કે જ્યારે ધોની આ સિઝન કોઈ બોલરની સામે આઉટ થઈ ગયો. ધોનીના આઉટ થયા બાદ દર્શકો પણ ઉદાસ જોવા મળ્યા કેમ કે આ મેચમાં દર્શકોને ધોનીના બેટથી કોઈ ચોગ્ગો કે સિક્સર જોવા મળ્યા નહીં. બીજી તરફ ધોનીની વિકેટ લીધા બાદ હર્ષલ પટેલે પણ કોઈ જશ્ન મનાવ્યો નહોતો. જેનું કારણ બોલરે મેચ બાદ જણાવ્યું.
હર્ષલે જશ્ન કેમ મનાવ્યો નહીં?
એમએસ ધોનીનું દરેક ખેલાડી સન્માન કરે છે. મેચ બાદ પણ ઘણી વખત વિપક્ષ ખેલાડીઓને ધોની સાથે વાતચીત કરતા જોઈ શકાય છે. હર્ષલ પટેલ પણ ધોનીનું સન્માન કરે છે. મેચ બાદ હર્ષલે કહ્યું કે તેણે ધોનીની વિકેટ લીધા બાદ જશ્ન કેમ મનાવ્યો નહોતો.
હર્ષલે કહ્યું કે હુ એમએસ ધોનીનું ખૂબ સન્માન કરુ છુ, તેથી મે તેમની વિકેટ લીધા બાદ કોઈ જશ્ન મનાવ્યો નહીં. સીએસકે સામે હર્ષલે ખૂબ કમાલની બોલિંગ કરી હતી. આ મેચમાં હર્ષલે બોલિંગ કરતા 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી હતી.