આરોપી શેહબાઝ ખાન હજુ પણ વોન્ટેડ જાહેરબન્ને આરોપી SOGની રેડ વખતે ભાગી છુટ્યા હતાડ્રગ્સની ડીલ થાય તે અગાઉ દરોડા પડ્યા હતા
સુરતમાં 1 કરોડના ડ્રગ્સકાંડનો આરોપી ઝડપાયો છે. જેમાં લખનઉથી મોહંમદ કાસિફને SOGએ ઝડપ્યો છે. આરોપી શેહબાઝ ખાન હજુ પણ વોન્ટેડ જાહેર કરાયો છે. બન્ને આરોપી SOGની રેડ વખતે ભાગી છુટ્યા હતા.
જાણો શું છે સમગ્ર ઘટના:
સુરતમાં એક કરોડ રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સ મેથામ્ફેટામાઈન(એમડી ડ્રગ્સ)ની ડિલીવરી સોંપાય તે પહેલાં જ પોલીસ આવી રહી હોવાની ગંધ પેડલર્સને આવી ગઈ હતી. આ ડિલ માટે આવેલા લાલમિયા મસ્જીદ પાસે રહેતા મોહંમદ કાસિફ અને શહેરબાઝ ખાન બાઈક અને ડ્રગ્સનો થેલો મૂકી ભાગી છૂટ્યા હતાં. પોલીસના હાથે બાઈક અને એક કરોડની કિંમતના એક કિલો ડ્રગ્સનો જથ્થો કબ્જે લીધો હતો અને બંને નશાના કારોબારીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
બાઈક સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી
ગુજરાતના દરિયામાંથી છેલ્લા થોડા દિવસોથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. સુરતમાં પણ એક કરોડની કિંમતના ડ્રગ્સની ડીલ થાય તે અગાઉ દરોડા પડ્યાં હતાં. પોલીસ આવી રહી હોવાની ગંધ આવતા જ એક મોપેડ અને બાઈક પર 1 કિલો ડ્રગ્સનો જથ્થો લઈને આવેલા આરોપીઓ નાસી ગયા હતાં. જો કે, પોલીસને મોપેડ અને બાઈક સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી.
આરોપી મોપેડ તથા ડ્રગ્સ ભરેલી બેગ ફેંકી નાસી ગયા
સુરત શહેર પોલીસના એસ.ઓ.જી(સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ના પી.આઈ. એચ.જે. ભટ્ટ કહે છે કે, અમારી ટીમને બાતમી હકીકત મળી હતી કે, લાલગેટ પોલીસની હદમાં રહેતા આરોપી મોહંમદ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ તથા શહેબાઝ ઇર્શાદહુસૈન ખાન વચ્ચે ડ્રગ્સની એક મોટી ડીલ થવાની છે. બાતમીના આધારે રામપુરા લાલમીયા મસ્જિદની સામે મદ્રેસા ઇસ્લામીયાહ સુફીબાગ શાખાની આસપાસ પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં વોચમાં હતા. આ વાતની ગંધ આવતા ડ્રગ્સની ડિલ માટે આવેલા બન્ને શખ્સો પોલીસ તેમને પકડે તે પહેલા જ તેમની મોપેડ તથા ડ્રગ્સ ભરેલી બેગ ફેંકી નાસી ગયા હતાં.