– રણબીર કે સાઈ પલ્લવી પણ હાજર નહીં
– શરુઆતમાં ગુરુકૂળના દૃશ્યોનું શૂટિંગ હોવાથી કોઈ મુખ્ય કલાકારોની જરુર નથી
મુંબઇ : રણબીર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરુ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ શૂટિંગમાં જોકે કોઈ મુખ્ય કલાકારો દેખાયા ન હતા.
આ શૂટિંગના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. જોકે, ફિલ્મની ટીમ તરફથી અધિકૃત રીતે કશું જણાવાયું નથી. ફિલ્મની સત્તાવાર જાહેરાત રામ નવમીના દિવસે થશે તેમ મનાય છે.
પ્રારંભમાં રામ અને લક્ષ્મણ વિદ્યાભ્યાસ માટે જાય છે તેવાં દૃશ્યોનું શૂટિંગ હોવાથી અન્ય કલાકારો જ ભાગ લઈ રહ્યા છે. આ દૃશ્યોમાં મુખ્ય કલાકારોની જરુર નથી તેવો દાવો કેટલાક જાણકાર સૂત્રોએ કર્યો હતો. રણબીર અને સાઈ પલ્લવી થોડા દિવસો પછી શૂટિંગમાં જોડાઈ શકે છે. રણબીર હાલ ફિલ્મને અનુરુપ પોતાના ઉચ્ચારણો તથા સંવાદની ઢબ માટે પણ તાલીમ લઈ રહ્યો હોવાનું કહેવાય છે.