– એકલો એકલો ડ્રાઈવ પર નીકળ્યો
– રણબીર અને આલિયા બંને પાસે કરોડોની કિંમતની અડધો ડઝનથી વધુ કાર
મુંબઇ : રણબીર કપૂરે હાલ પોતાની કારના કાફલામાં વધુ એક મોંઘીદાટ કારનો ઉમેરો કર્યો છે. રણબીરે એક લકઝરિયસ બેન્ટલી કોન્ટિનેન્ટલ કાર ખરીદી છે. આ કારની કિંમત આશરે આઠ કરોડ રુપિયા અંદાજવામાં આવે છે.
રણબીર તેની બ્લેક બેન્ટલી કારમાં આંટો મારવા નીકળ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, કારમાં તેની સાથે અન્ય કોઈ હતું કે કેમ તે જાણી શકાયું ન હતું. રણબીર અને આલિયા પાસે પહેલેથી જ મોંઘીદાટ કારોનો કાફલો છે. રણબીર પાસે ૩.૨૭ કરોડની લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, ૧.૭૧ કરોડની ઓડી એ એઈટ એલ, ૨.૨૮ કરોડની મર્સિડિઝ એએમજી જી ૬૩, ૨.૭૨ કરોડની ઓડી આર એઈટ સહિતની કાર છે. આલિયા પાસે ૨.૮ કરોડની લેન્ડ રોવર રેન્જ રોવર વોગ, ૧.૮ કરોડની બીએમડબલ્યૂ સેવન તથા અન્ય મોંઘી કારોનો કાફલો છે.