– રશ્મિકાના જન્મદિવસે જ લૂક રીલિઝ કરાયો
– લીલી સાડી, સેંથાંમાં સિંદૂર અને ટ્રેડિશનલ જ્વેલરી સાથેના લૂક પર ચાહકો ફિદા
મુંબઇ : રશ્મિકા મંદાનાના જન્મદિવસ નિમિત્તે ‘પુષ્પા ધી રુલ્સ’માં તેનો શ્રી વલ્લી તરીકેનો ફર્સ્ટ લૂક રીલિઝ કરાયો હતો. ગ્રીન સાડી, સેંથામાં સિંદૂર અને હેવી જ્વેલરી સાથેના રશ્મિકાના લૂક પર ચાહકો ફિદા થઈ ગયા હતા.
રશ્મિકાને હેપ્પી બર્થ ડે શ્રી વલ્લી એવા મેસેજ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ‘પુષ્પા ધી રાઈઝ’ નો બીજો ભાગ ‘પુષ્પા ધી રુલ’ આગામી ઓગસ્ટ માસમાં રીલિઝ થવાની છે.
ફિલ્મના પહેલા ભાગથી રશ્મિકા સમગ્ર ભારતભરમાં છવાઈ ગઈ હતી. તેને રાતોરાત નેશનલ ક્રશનું બિરુદ મળી ગયું હતું. તે પછી બીજા ભાગમાં તેની ભૂમિકા અંગે સતત અટકળો થતી રહે છે. થોડા સમય પહેલાં બીજા ભાગમાં શ્રી વલ્લીનાં પાત્રનું મૃત્યુ દર્શાવાશે તેવા અહેવાલો બહાર આવતાં ચાહકો ભારે વિફર્યા હતા અને તેમણે સર્જકો પર રોષ ઠાલવ્યો હતો.
તે પછી સર્જકોએ સ્પષ્ટતા કરવી પડી હતી કે શ્રી વલ્લીનું પાત્ર સમગ્ર ફિલ્મ દરમિયાન હયાત રહેવાનું છે.