China and Pakistan Navy Joint Patrolling : પાકિસ્તાનના નૌસેના પ્રમુખ એડમિરલ નવીદ અશરફે કિંગદાઓમાં પીપુલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN)ના મુખ્યાલયની મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શુક્રવારે ચીની નૌસેનાના કમાન્ડર એડમિરલ હૂ ઝોંગમિંગ સાથે ચર્ચા કરી. યાત્રા દરમિયાન બંને સમકક્ષોએ દ્વિપક્ષીય નૌસૈનિક સહયોગ અને ક્ષેત્રીય દરિયાઈ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરી. એડમિરલ અશરફે દરિયાઈ સુરક્ષા પેટ્રોલિંગના માધ્યમથી ક્ષેત્રીય દરિયાઈ શાંતિ અને સ્થિરતા માટે પાકિસ્તાની નૌસેનાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. બંને અધિકારીઓ વચ્ચે અરબ સાગરમાં જોઈન્ટ પેટ્રોલિંગ પર પણ સહમતિ બની છે.

ચીની નૌસેના પ્રમુખે પાકિસ્તાની નૌસેનાના કર્યા વખાણ

એડમિરલ ઝોંગમિંગે વિસ્તારમાં સંયુક્ત દરિયાઈ સુરક્ષા પ્રયાસોમાં પાકિસ્તાની નૌસેનાની ભૂમિકાના વખાણ કર્યા અને મજબૂત દ્વિપક્ષીય દરિયાઈ સહયોગના મહત્વપર ભાર આપ્યું. આ યાત્રાથી બંને દેશો વચ્ચે રક્ષા સંબંધો, વિશેષ રીતે તેમના સશસ્ત્ર દળો વચ્ચે સંબંધોને મજબૂત કરવાની આશા છે. પાકિસ્તાનના નૌસેના પ્રમુખ એડમિરલ નવીદ અશરફ હંગોર ક્લાસની પહેલી સબમરીન લોન્ચિંગ સેરેમનીમાં સામલે થવા માટે ચીન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સબમરીનની ખાસિયતોને સમજી અને ચીનની સાથે વધુ નજીકથી કામ કરવા પર ભાર આપ્યો. પાકિસ્તાને ચીન સાથે હંગોર ક્લાસની 8 સબમરીનની ખરીદી માટે કરાર કર્યા છે.

અરબ સાગરમાં જોઈન્ટ પેટ્રોલિંગ કરશે ચીન-પાકિસ્તાન

પાકિસ્તાની નૌસેના પ્રમુખ એડમિરલ નવીદ અશરફ અને ચીની નૌસેના પ્રમુખ અડમિરલ હૂ ઝોંગમિંગે અરબ સાગરમાં જોઈન્ટ પેટ્રોલિંગ પર સહમતિ દર્શાવી છે. અરબ સાગર હાલના દિવસોમાં હૂથી વિદ્રોહિયો અને સોમાલી ડાકૂઓના વધતા હુમલાઓના કારણે ચર્ચામાં છે. અરબ સાગરથી થઈને દરરોજ મોટી સંખ્યામાં કાર્ગો શિપ યાત્રા કરે છે. સ્વેજ નહેર દ્વારા યૂરોપથી એશિયા આવતા જહાજ આ દરિયાઈ રસ્તેથી પસાર થાય છે. તેવામાં પાકિસ્તાન-ચીનની નૌસેનાની તૈનાતીને એક મોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. આ સિવાય ભારતીય નૌસેનાની અરબ સાગરમાં વધથી ભૂમિકાને લઈને પણ ચીન ભયભીત છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *