Juhi Chawla-Shahrukh khan: ક્રિકેટ એ હાર-જીત ની રમત છે. ક્રિકેટની રમતમાં ખેલાડીઓથી લઈને દર્શકો સુધી દરેક ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસનો સામનો કરે છે. હાલમાં IPL ચાલી રહી છે. શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. તેની સાથે જૂહી ચાવલા કો-ઓનર છે. જૂહી ચાવલાએ શાહરૂખના સ્ટ્રેસ પર એક રસપ્રદ વાત જણાવી છે. જૂહીએ કહ્યું કે શાહરૂખ ખાન સાથે મેચ જોવી યોગ્ય નથી. તે પોતાનો બધો ગુસ્સો મારા પર જ ઉતારે છે.
જૂહી ચાવલાએ જણાવ્યું કે કેવી રીતે શાહરૂખ સાથે મેચ જોવી વધુ સ્ટ્રેસફુલ બની જાય છે. તેણે કહ્યું કે, IPL હંમેશા એક્સાઈટિંગ હોય છે. અમે બધા અમારા ટીવી સેટની સામે રહીએ છીએ. જ્યારે અમારી ટીમ રમતી હોય ત્યારે જોવાની મજા આવે છે અને અમે ખૂબ જ ટેન્શનમાં આવી જઈએ છીએ.
શાહરુખ બધો ગુસ્સો મારા પર ઉતારે છે: જૂહી ચાવલા
જૂહીએ કહ્યું કે, શાહરૂખ સાથે મેચ જોવી યોગ્ય નથી કારણ કે જ્યારે અમારી ટીમ સારું ન રમી રહી હોય ત્યારે તે પોતાનો બધો ગુસ્સો મારા પર ઉતારે છે. હું તેને કહું છું કે આ બધું મને નહીં પણ ટીમને કહો. એટલા માટે અમે સાથે મેચ જોવા માટે બેસ્ટ નથી. મને લાગે છે કે આ બાબત ઘણા ઓનર્સ પર લાગુ પડે છે. જ્યારે ટીમ રમી રહી હોય ત્યારે દરેકનો પરસેવો છૂટી જાય છે. જૂહી ચાવલા શાહરૂખ ખાનની જૂની મિત્ર છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તે તેની ફેમિલી ફ્રેન્ડ છે. ટીમના સારા અને ખરાબ પ્રદર્શન દરમિયાન શાહરૂખ ઘણી વખત ટીમને સપોર્ટ કરતો પણ નજર આવ્યો છે.