– લવ એન્ડ વોર સંગમની રિમેક હોવાની અટકળ
– રણબીર અને વિક્કીનાં પાત્રો પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હોઈ શકે છે
મુંબઇ : સંજય લીલા ભણશાળી આલિયા ભટ્ટ, રણબીર કપૂર તથા વિકી કૌશલને લઈ ‘લવ એન્ડ વોર’ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમાં આલિયા જાઝ સિંગરના રોલમાં હોવાનો દાવો થઈ રહ્યો છે. આ ફિલ્મની વાર્તાની વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ, બોલીવૂડમાં ચર્ચા અનુસાર આ ફિલ્મ રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર અને વૈજયંતિ માલાની ક્લાસિક ‘સંગમ’ની રિમેક હોઈ શકે છે. સંજય લીલા ભણશાળી ની સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવગણની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ પણ મૂળ અનિલ કપૂર, પદ્મિની કોલ્હાપુરે તથા નસીરુદ્દિન શાહની ‘વોહ સાત દિન’ની રિમેક હોવાનું જાણીતું છે.
‘લવ એન્ડ વોર’માં રણબીર તથા વિક્કીના પાત્રો પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હોઈ શકે છે તેવી ચર્ચા છે.
ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતે શરુ થવાનું છે. ફિલ્મ આવતાં વર્ષે નાતાલ વખતે રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.