– પતિ રણવીરે દીપિકાને સંમોહક ગણાવી

– કેટલાક નેટ યૂઝર્સની કોમેન્ટઃ અહીં સોંગ પ્લે કરો છો પણ એવોર્ડ તો આપતા નથી

મુંબઇ : ઓસ્કર એવોર્ડ આપતી ધી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ  એન્ડ સાયન્સ દ્વારા દીપિકા  પાદુકોણનું ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મનું સોંગ ‘મસ્તાની હો ગઈ’ તેનાં ઈન્સ્ટા એકાઉન્ટ પર પ્લે  કરવામાં આવતાં વિશ્વભરના ભારતીય ફિલ્મ ચાહકો ખુશ થઈ ગયા હતા. જોકે ,કેટલાય લોકોએ એકેડમીની આ ગીતની સિંગર શ્રેયા ઘોષાલ તથા કોરિયોગ્રાફર રેમો ફર્નાન્ડિઝને પણ યોગ્ય ક્રેડિટ આપવા જણાવ્યું હતું. 

ઓસ્કર દ્વારા બાદમાં પોતાની કેપ્શન એડિટ કરીને શ્રેયા ઘોષાલનું પણ નામ ઉમેરવામાં આવતાં શ્રેયાએઆભાર માન્યો હતો. બીજી તરફ પતિ રણવીરે આ ગીતમાં પત્ની દીપિકા એકદમ સંમોહક લાગતી હોવાનું જણાવ્યું છે. દીપિકાએ પણ આ પોસ્ટને શેર કરી છે. 

જોકે, નેટ યૂઝર્સ દ્વારા અનેક પ્રકારની કોમેન્ટસ આવી હતી. કેટલાક લોકોએ લખ્યું હતું કે હવે બોલીવૂડ ખરેખર દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યું છે. તો કેટલાકે લખ્યું હતું કે દસ વર્ષ પહેલાંનું ગીત અત્યારે શેર કરીને ઓસ્કર શું સાબિત કરવા માગે છે. કોઈકે લખ્યું હતું કે આ ગીત પ્લે થાય એ ઠીક છે પણ એવોર્ડ આપતી વખતે આ જ ઓસ્કરવાળા ભારતને અન્યાય કરે છે. 

ઉલ્લેખનીય છે કે દીપિકા ગયાં  વર્ષે ઓસ્કર એવોર્ડની પ્રેઝન્ટર પણ બની હતી. તે કેટલાક હોલીવૂડ પ્રોજેક્ટસમાં કામ કરી ચૂકી છે. તે ટ્રીપલ એક્સ , રિટર્ન ઓફ ક્ષેન્ડર  કેજમાં પણ દેખાઈ હતી. આંતરરાષ્ટ્રીય સર્કિટમાં તે બહુ જાણીતી છે અને કાન ફેસ્ટિવલ સહિતના વૈશ્વિક મંચ પર તેની હાજરીન ીનોંધ લેવાતી હોય છે. 

દીપિકાએ તાજેતરમાં જ પોતાની પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત કરી છે. 

ઓસ્કર દ્વારા જે ફિલ્મનું ગીત મૂકવામાં આવ્યું છે તેમાં દીપિકાની સહકલાકાર પ્રિયંકા ચોપરા ઓલરેડી લગ્ન પછી લોસ એન્જલિંસમાં સેટ થઈ ચૂકી છે અને સંખ્યાબંધ હોલીવૂડ પ્રોજેક્ટસમાં કામ કરી ચૂકી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *