– સની સંસ્કારી કી તુલસી કુમારી ટાઈટલ હશે
– આ ફિલ્મને દુલ્હનિયાં સીરીઝની ત્રીજી ફિલ્મ પણ ગણાવાઈ રહી છે
મુંબઇ : પ્રતિભા નહીં પરંતુ સેલેબ્સ પરિવારનાં સંતાનો હોવાના કારણે તથા કરણ જોહર ગોડફાધર હોવાથી એક પછી એક ફિલ્મો મેળવી રહેલાં જાહ્વવી કપૂર અને વરુણ ધવનની આગામી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું શૂટિંગ આવતા મહિને શરુ થશે.
કરણ જોહર આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે જ્યારે શશાંક ખૈતાન તેનો ડાયરેક્ટર છે. ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત વિદેશનાં કેટલાંક લોકેશન પર પણ થવાનું છે.
આ ફિલ્મ ‘દુલ્હનિયાં’ સીરીઝની ત્રીજી ફિલ્મ હોવાનું કહેવાય છે. અગાઉની બંને ફિલ્મોમાં આલિયા ભટ્ટ હિરોઈન હતી .જોકે, હવે ખુદ વરુણે જ નક્કી કર્યું હતું કે આલિયા માટે આ યોગ્ય ફિલ્મ નથી. આથી તેણે જાહ્વવીને આ ફિલ્મમાં તક આપી છે.
બોલીવૂડમાં જાહ્વવી તથા વરુણ બંને ફલોપ સ્ટાર ગણાય છે. તેમની કોઈ મોટી ફિલ્મ સફળ થઈ નથી કે સ્ટાર્સ તરીકે તેમની બોક્સ ઓફિસ પર પણ કોઈ કમર્શિઅલ સકસેસની ગેરન્ટી હોતી નથી. જોકે, કરણ જોહર તેમની બંનેની કેરિયર મેનેજ કરતો હોવાથી સંખ્યાબંધ નિષ્ફળતા અને એક્ટિંગમાં વેઠ ઉતારવા છતાં પણ તેમને ફિલ્મો મળતી રહે છે.