– બંનેએ શેર કરેલા વીડિયોમાં સમાનતા
– બંને ટૂંક સમયમાં તેમના સંબંધોની ઓફિશિયલ ઘોષણા કરે તેવી સંભાવના
મુંબઇ : રશ્મિકા મંદાનાનો પાંચમી એપ્રિલે જન્મદિવસ છે અને તે બોયફ્રેન્ડ વિજય દેવરકોંડા સાથે દુબઈ જન્મદિવસ મનાવવાની છે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.
બંનેએ અલગ અલગ વીડિયો શેર કર્યા હતા પરંતુ તેમાં એક મોર સહિતનું બેકગ્રાઉન્ડ એકસરખું છે. તેના પરથી બંને સાથે હોવાનું મનાઈ રહ્યું છે.
રશ્મિકા તથા વિજયની આ સ્ટાઈલ રહી છે. તેઓ દર વખતે સાથે વેકેશન માણવા નીકળે છે ત્યારે એકસરખા બેકગ્રાઉન્ડના વીડિયો અલગ અલગ શેર કરે છે તેના પરથી ચાહકો પોતાની રીતે તાળો મેળવી લે છે. વિજય દેવરકોંડાની મૃણાલ ઠાકુર સાથેની ફિલ્મ ‘ધી ફેમિલી સ્ટાર’ આવતીકાલે રીલિઝ થઈ રહી છે. તેના પ્રમોશનની તમામ ઈવેન્ટસ આટોપીને વિજય દુબઈ પહોંચી ગયો છે.
રશ્મિકા અને વિજય લિવ ઈનમાં રહેતાં હોવાનું કહેવાય છે. તેઓ ટૂંક સમયમાં પોતાના સંબંધો ઓફિશિયલ કરશે તેમ મનાય છે.