T20 World cup West Indies team announcement: વેસ્ટ ઇંડિઝ ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરેલી ટીમમાં હેટમાયર અને શેમાર જોસેફનો સમાવેશ કર્યો છે. રોવમેન પોવેલની કેપ્ટન્સી હેઠળની જાહેર થયેલી ટીમમાં નિકોલસ પૂરણ, આન્દ્રે રસેલ અને જેસોન હોલ્ડર જેવા અનુભવી ખેલાડીઓ છે.
વેસ્ટ ઈંડિઝ બે વખત ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે
વેસ્ટ ઈંડિઝની ટીમ ટેસ્ટ અને વન ડે ફોરમેટમાં નબળી મનાય છે, પણ ટી-20માં તેઓની ફાવટ એવી છે કે વેસ્ટ ઈંડિઝ વર્લ્ડ ચેમ્પિયન બનવાની દાવેદાર ટીમ તરીકે જોવાય છે. વેસ્ટ ઈંડિઝ બે વખત તો ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે.
વેસ્ટ ઈંડિઝના ખેલાડીઓની માંગ અન્ય દેશોની લીગમાં પણ છે અને આઈપીએલના પણ મેચ વીનર ખેલાડીઓ મનાય છે.
નારાયણે વર્લ્ડકપ રમવાની ઓફર ઠુકરાવી
આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ધરખમ ફોર્મ ધરાવનાર સુનિલ નારાયણને પણ સ્થાન આપવાની વેસ્ટ ઇંડિઝ બોર્ડને ઈચ્છા હતી પણ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો હોવાથી તેણે ફરી આ નિર્ણય બદલવાનો ઈન્કાર કર્યો હતો. વેસ્ટ ઈંડિઝના કોચ ડેરેન સેમીએ પણ નારાયણને આ અંગે પૂછ્યું હતું પણ નારાયણે ઈન્કાર કર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ સીમાં સામેલ છે
વેસ્ટ ઈંડિઝ બોર્ડે પસંદગી પામેલા ખેલાડીઓને વહેલી તકે આઈપીએલમાંથી મુક્ત કરવા પણ ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે. ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈંડિઝ ગ્રુપ સીમાં પાપુઆ ન્યુ ગ્યુનિ, યુગાંડા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને જોડે છે.
વેસ્ટ ઈંડિઝની ટીમ
પોવેલ (C), અલઝારી જોસેફ, જોહન્સન ચાલર્સ, ચેઝ, હેટમાયર, શેમાર જોસેફ, કિંગ, પૂરણ, હોપ, રસેલ, શેફર્ડ, હોલ્ડર, હોસેઈન, મોટી, રૂથરફોર્ડ.