સ્પા સેન્ટરમાં બર્થ-ડેમાં દારૂ સાથે મહિલાઓની પાર્ટી
દહેગામ સર્કલ નજીક વિશાલા કોમ્પલેક્ષમાં દારુની પાર્ટી
દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ પર ડાન્સ
અમદાવાદમાં સ્પા સેન્ટરમાં દારુની પાર્ટીનો પર્દાફાશ થયો છે. જેમાં સ્પા સેન્ટરમાં બર્થ ડેમાં દારૂ સાથે મહિલાઓએ પાર્ટી કરી હતી. તેમાં દહેગામ સર્કલ નજીક વિશાલા કોમ્પલેક્ષમાં દારુની પાર્ટી યોજાઇ હતી. જેમાં સ્પા સેન્ટરમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીમાં દારૂ પણ પીરસવામાં આવ્યો છે.
નરોડા વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં દારુની પાર્ટી યોજાઈ
ચૂંટણી દરમિયાન નરોડા વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં દારુની પાર્ટી યોજાઈ છે. જેમાં સમગ્ર ઘટના અંગેના વીડિયો સામે આવ્યા છે. સ્પા સેન્ટરમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂ અને મહિલાઓ સાથે પાર્ટી યોજવામાં આવી હતી. દહેગામ સર્કલથી ટોલ ટેક્ષ તરફ જવાના રસ્તામાં વિશાલા કોમ્પલેક્ષમાં દારુની પાર્ટી યોજાઈ હતી.
દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ પર ડાન્સ
અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલાં સિંધુભવન રોડ પર બર્થ ડે પાર્ટી બાદ એક સ્પા ગર્લને માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો ખૂબ વાઇરલ થયો અને આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સ્પાની અંદર સ્પા ગર્લ બર્થ ડે પાર્ટી મનાવી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. તેની સાથે બીજી યુવતીઓ પણ છે અને બર્થ ડે કેકની સાથે દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલકુડુ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.