નવા દોઢસો ફૂટ રોડ પર વગડ ચોકડી પાસે

મેરઠનો યુવાન અન્ય કર્મચારીઓ સાથે કેટરર્સનું કામ કરવા થોડા દિવસો પહેલા જ રાજકોટ આવ્યો હતો

રાજકોટ: રાજકોટના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર વગડ ચોકડી પાસે ડમ્પર નીચે પડતું મૂકી મૂળ યુપીના મેરઠનાં વતની જોજા ફુલસિંહ જાદવ (ઉ.વ.રર, રહે. હાલ લક્ષ્મીનગર-ર, નાના મવા રોડ)એ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. 

મેરઠ રહેતો જોજા થોડા દિવસ પહેલા જ અન્ય સહકર્મીઓ સાથે રાજકોટ આવી કેટરર્સનું કામ કરતો હતો. ગઈકાલે રાત્રે જોજા સહિતના લોકો કેટરર્સના કામ માટે નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર વગડ ચોકડી પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગયા હતા. જયાંથી તે અન્ય સહકર્મીઓ સાથે રિક્ષામાં ઘરે લક્ષ્મીનગર જવા રવાના થયો હતો. પરંતુ વચ્ચે જ તેણે બહાનું બતાવી રિક્ષામાંથી ઉતરી વગડ ચોકડી પાસે પસાર થતા ડમ્પર નીચે ઝંપલાવી દેતા વ્હીલ શરીર પર ફરી વળતા તેનું મૃત્યુ નિપજયું હતું. જાણ થતા તાલુકા પોલીસના પી.એસ.આઈ. પી.એચ. નાઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. 

આ સમયે ઘટના સ્થળ પાસેના પાર્ટી પ્લોટમાંથી કેટરર્સનું કામ કરતા મૃતકના અન્ય સહકર્મીઓ પણ દોડી આવ્યા હતા. મૃતકે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતા તેને અન્ય કર્મીઓ જોઈ જતા બચાવી લઈ રિક્ષામાં રૂમે લઈ જવાનો હતો ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ જારી રાખી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *