એલસીબીએ દરોડો પાડયો

તમામ આરોપીઓ જસદણનારૃા. ૧.૫૫ લાખ જેવી માતબર રોકડ રકમ કબ્જે

રાજકોટ :  જસદણમાં આવેલા ગુજરાત ગેસ્ટ હાઉસમાં ધમધમતા જુગારના અડ્ડા
પર ગઇકાલે મોડી રાત્રે એલસીબીએ દરોડો પાડી ૯ શખ્સોને રૃા. ૧.૫૫ લાખ જેવી માતબર રકમ
સાથે ઝડપી લીધા હતા.

એલસીબીએ મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઇકાલે રાત્રે બારેક
વાગ્યાની આસપાસ ગુજરાત ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ગેસ્ટ હાઉસના
માલિક શબ્બીર સૈયદભાઈ કથીરી (ઉ.વ.૫૬) ઉપરાંત અન્ય ૮ આરોપીઓને ઝડપી લીધા હતા.

જેમાં અફઝલ કાદરભાઈ કથીરી, ઇમરાન યુસુફભાઈ પરીયાણી, આરીફ મુસાભાઈ મેૈતર,
ફરીદ યુનુસભાઈ નાગાણી,
સલીમ સતારભાઈ સોલંકી,
જગદીશ ઉકાભાઈ ગળીયા, અમન
સલીમભાઈ ડાયાતર અને સુફીયાન હબીબભાઈ પાયકનો સમાવેશ થાય છે.

તમામ આરોપીઓ મુખ્યત્વે જસદણ રહે છે. ખરેખર કેટલા ટાઇમથી
જુગારના અડ્ડો ચાલતો હતો. તે સહિતના મુદ્દે એલસીબીએ તપાસ હાથ ધરી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *