– ગાઝા યુદ્ધમાં ઇઝરાયલે કરેલા યુદ્ધ અપરાધો માટે તે વોરન્ટ જારી થવા સંભવ તે અટકાવવા ઇઝરાયેલના પ્રયાસો
ધી હેગ : ઇઝરાયલ હમાસ યુદ્ધનો અંત દેખાતો નથી. તેમાં ફસાયેલાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ઉપર ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટ દ્વારા ગાઝા યુદ્ધમાં ઇઝરાયલે કરેલા અપરાધો અંગે વોરંટ જારી થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે.
ધી ટાઈમ્સ ઓફ ઇઝરાયલે રવિવારે સરકારી સૂત્રોના હવાલો આપતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ઉપર ગાઝા પટ્ટીમાં ઇઝરાયલે કરેલા ભયંકર હુમલાઓને લીધે ૧૬,૦૦૦થી વધુના મોત થયાં છે. સમગ્ર ગાઝા પટ્ટી વિસ્તાર ઇઝરાયલનાં એક ધાર્યા મિસાઇલ કે વિમાની હુમલાથી ખેદાન મેદાન થઇ ગયું છે. તેવી આ ધી હેગ આંતરરાષ્ટ્રીય ક્રીમીનલ કોર્ટ વોર ક્રાઈમ્સ અંગે નેતન્યાહૂ ઉપર ક્રીમીનલ કેસ ઠોકી બેસાડે તો આશ્ચર્ય જેવું નથી.
જો આ આરોપ સાબિત થાય તો ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટે ફરમાવેલી સજા પણ નેતન્યાહૂએ ભોગવવી પડે. જો કે હજી કેસ ચાલવાનો છે. પરંતુ, તે વોરન્ટ નીકળ્યા પછી આ ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટના સભ્ય તેવા ૧૨૦ દેશોમાંથી કોઈ પણ દેશમાં નેતન્યાહૂ જાય તો તેમની ધરપકડ થઇ જ શકે.
ઇઝરાયલ આ પરિસ્થિતિ ઉપસ્થિત થઇ શકે તે પણ જાણે છે. તેથી તેણે બચાવની પૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ પત્રકારોને કહ્યું હતું કે ગાઝામાં માનવીય સહાય પહોંચાડવામાં ઇઝરાયલ પૂરી મદદ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ઇઝરાયલ ઉપર ખોટા આરોપો મુકાય છે. પરંતુ અમે તેનો સામનો કરીશું. યુનો સ્થિત અમેરિકાનાં રાજદૂત થોમસ ગ્રીન ફીલ્ડે કહ્યું કે આઈસીસી એક સ્વતંત્ર સંસ્થા છે, તેમાં અમેરિકા હસ્તક્ષેપ કરવા માગતું નથી જ્યારે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે આ સ્થિતિમાં આઈસીસીને કોઈ અધિકાર ક્ષેત્ર જ નથી તેના દ્વારા કરાતી તબાહીને અમે સમર્થન આપી શકીએ નહીં.
રોઈટર્સ જણાવે છે કે ઇંગ્લેન્ડની ઇસેક્સ યુનિવર્સીટીમાં ઇન્ટરનેશનલ લો ભણાવતા પ્રોફેસર મેથ્યુ ગિલલેટ જણાવ્યું હતું કે જો આ વૉરન્ટ નીકળે તો ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટે સાથે જોડાયેલ. ૧૨૦ દેશોમાંથી કોઈ પણ દેસમાં નેતન્યાહૂ જાય તો તેમની ધરપકડ થઇ જાય તેથી તેઓ દેશની બહાર જ જવાનું નિવારે તે સહજ છે. ઇઝરાયલ સામે ચાર પગલાં લેવાનું સૂચન કરતાં પ્રો.ગિલલેટે કહ્યું કે ઇઝરાયલ દ્વારા કરાતો આ હત્યાકાંડ ન રોકી શકાય તો તેનો બહિષ્કાર કરવો જોઇએ જેથી તેનું અર્થતંત્ર પણ ભાંગી પડે. બીજી તરફ આઈસીસીમાં રહેલા યુરોપીય દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે સામેલ છે. તેઓ ઉપરાંત અમેરિકા પણ તેમાં સભ્ય પદે છે. જો ઇઝરાયલ પર (નેતન્યાહૂ પર) આઈસીસીનું વોરન્ટ નીકળે તો, અમેરિકા તેના સાથી દેશોએ હથિયાર આપવાં બંધ કરવાં પડે. તેમ પણ પ્રોફેસર મેથ્યુ ગિલલેટનું કહેવું છે. આ સાથે રીયલ પોલિટિક્સના જ્ઞાાતાઓ કહે છે કે સંભાવના નહીવત છે. અમેરિકા, યુરોપીય, દેશો જાપાન કે ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલને શસ્ત્ર સહાય બંધ કરે તે સંભવિત જ નથી. પ્રોફેસર સૈદ્ધાંતિક રીતે સાચા હોઈ શકે, વ્યવહારમાં નહીં. ટૂંકમાં ઇઝરાયલ અત્યારે અનિયંત્રિત રહ્યું છે.