Jammu And Kashmir Lok Sabha Elections 2024 : જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી (Anathnag-Rajouri) લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું હતું, પરંતુ ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે ચૂંટણી પંચે મતદાન ટાળી દીધું છે. આ સાથે ચૂંટણી પંચે નવી તારીખ પણ જાહેર કરી છે. BJP, જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સ અને ડેમોક્રેટિક પ્રોગેસિવ આઝાદ પાર્ટી (DPAP)એ રાજ્યમાં કુદરીત આફતને ધ્યાને રાખી આ બેઠક પર ચૂંટણી સ્થગિત કરવા ચૂંટણી પંચને રજુઆત કરી હતી. 

મતદાન મામલે રાજકીય પક્ષો વચ્ચે વાંધા

રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને કહ્યું હતું કે, તાજેતરની હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે અનંતનાગ અને રાજૌરીને જોડતો મુગલ રોડ પર અવરોધ ઉભો થયો છે, જેના કારણે ચૂંટણી પ્રચાર કરવામાં સમસ્યા પડી રહી છે. બીજીતરફ નેશનલ કોન્ફરન્સ અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ ત્રણેય પક્ષોના દાવાને રદીયો આપ્યો છે. બંને પક્ષોએ કહ્યું કે, રસ્તાઓ ખુલ્લા છે અને અનંતનાગ-રાજૌરી સુધી જઈ સકાય તેવી સ્થિતિ છે. 

આ બેઠક પર ભાજપનો

ચૂંટણી પંચે કહ્યું કે, અનંતનાગ લોકસભા બેઠક પરની મતદાનની તારીખોમાં માત્ર ફેરફાર કરાયો છે. હવે આ બેઠક પર છઠ્ઠા તબક્કામાં 25મી મેએ મતદાન થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની, તપાસ કરવાની અને પરત ખેંચવાની કામગીરી પહેલા જ પુરી થઈ ગઈ છે. આ બેઠક પર 20 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન તારીખ સિવાય કોઈપણ ફેરફાર કરાયા નથી. આ બેઠક પર ભાજપે કોઈપણ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મિયાં અલ્તાફ અહમદ વચ્ચે મુખ્ય મુકાબલો થવાની સંભાવના છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *