સાયચા ગેંગના ૧૫ સામે ફરિયાદ બાદ 10 શખ્સોની ધરપકડ

હુમલાખોરોને ઝડપી લેવા સીટની રચના કરવામાં આવ્યા બાદ એક પછી એક આરોપીઓ પોલીસના સકંજામાં; હજુ પાંચ આરોપીની શોધખોળ

જામનગર: જામનગરના એડવોકેટની હત્યાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સીટની રચના કરાયા બાદ વધુ બે આરોપીઓને ઝડપી લેવાયા છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૦નો થયો છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગત તા.૧૩મી તારીખે એડવોકેટ હારૂનભાઈ પલેજાની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભત્રીજા નુરમામદ પલેજાએ  સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા ખાસ ટૂકડીઓ રચી હતી. ત્યાર પછી સાયચા ગેંગના બશીર, ઈમરાન, સીકંદર, રમઝાન તેમજ દિલાવર કકલ, સુલેમાન કકલ અને કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિત આઠ આરોપીઓએ પકડી પાડયા હતા. અને તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે.

તે પ્રકરણમાં એસપી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી, જે ટીમ દ્વારા આજે વધુ બે આરોપીઓ ગુલામ જુસબ સાયચા અને એજાજ ઉંમર સાયચાની ધરપકડ કરી લેવામાં આવી છે, અને બંનેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૦નો થયો છે. હજુ પાંચ આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *