– પાકિસ્તાનના કટ્ટરપંથીઓ માને છે કે પોલિયો રસી નપુંસક બનાવે છે : મુસ્લિમોની વસ્તી કમ કરવાની સાજીશ છે

રિયાધ, નવી દિલ્હી : એક તરફ દુનિયાના તમામ દેશો પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના હાલ બેહાલ બની ગયા છે. દુનિયાના લગભગ તમામ દેશોમાંથી પોલિયો દૂર થઈ ગયો છે. ત્યારે પાકિસ્તાનમાં પોલિયો (બાળ-લકવા) આજે પણ ગંભીર સમસ્યા છે. આથી વડાપ્રધાન શહબાઝ શરીફ ઘણા ચિંતિત છે. પાકિસ્તાનમાંથી પોલિયો દૂર થવાની સંભાવના જ દૂર સરી રહી છે. તેથી ઘણા બાળકોના જાન પણ ગયા છે.

રિયાધમાં વિશ્વ આર્થિક મંચની વિશેષ બેઠક દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે બિલ એન્ડ મેલિંડા- ગેટસ ફાઉન્ડેશનનાં સ્થાપક બિલ ગેટ્સ સાથે રસીકરણ, પોષણ અને વિત્તીય રોકાણ વિશે ચર્ચા કરી હતી.

એક અહેવાલ પ્રમાણે બિલ ગેટેસ શરીફ જ્યારે પંજાબના મુખ્ય મંત્રી હતા ત્યારે તેણે હાથ ધરેલી રસીકરણ ઝૂંબેશની પ્રશંસા કરી હતી. ૨૦૨૨માં બિલ ગેટસે પાકિસ્તાનની મુલાકાતની યાદ આપતાં તેઓને ફરી પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું. સાથે પોલિયો-રસીકરણ વિષે પણ ચર્ચા કરી હતી. પરંતુ આ બાળ લકવા (પોલિયો) વિરોધી રસીકરણના પાકિસ્તાનમાં જે હાલ થાય છે. તેનાથી તમોને આંચકો લાગશે.

થોડા મહિના પૂર્વે ખૈબર-પસ્તુનવાસી બાજૌર જિલ્લામાં પોલિયોના બાળકોને ટીપાં પીવડાવનાર ટીમ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. તેમાં એક અધિકારીનું મૃત્યુ પણ થઈ ગયું હતું.

પાકિસ્તાનમાં એવા પણ જૂથો છે કે જેઓ પોલિયો વિરોધી અભિયાનના દુશ્મનો છે. તેઓ આ અભિયાનને ઇસ્લામ ધર્મ સાથે જોડે છે. તેથી બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવવા જનારાઓ ઉપર ગોળીબાર કરે છે.

પાકિસ્તાનના કટ્ટરપંથીઓનું માનવું છે કે, પોલિયોના ટીપાં નપુસંક બનાવી દે છે. આ કાર્યવાહી મુસ્લિમોની વસ્તી ઘટાડવાની સાજીશ છે. છેલ્લા ૧૨ વર્ષમાં પોલિયો અભિયાન સાથે જોડાયેલા ૧૦૯ લોકોના જાન ગયા છે. કેટલાયના અપહરણ થઈ ગયા છે. પોલિયો અભિયાન સાથે પણ જોડાયેલા ૨૮૪ લોકોની હત્યા કરાઈ છે. તેમાં ૧૬૬ પોલીસ કર્મચારીઓ અને ૮૭ આરોગ્ય કર્મચારીઓ સમાવિષ્ટ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *