– મેની ૨જીએ બ્રિટનમાં મેયરોની ચૂંટણીઓ યોજાવાની છે તે પૂર્વે ઋષિ શુનકે આપેલા આ સંકેતથી આશ્ચર્ય વ્યાપ્યું
લંડન : બ્રિટનમાં મેની ૨જીએ વિવિધ મ્યુનિસીપાલિટીઝમાં કે-કોર્પોરેશનમાં મેયરોની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાન ઋષિ શુનકે ‘સ્કાય-ન્યૂઝ’ને રવિવારે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દેશમાં વહેલી સંસદીય ચૂંટણી યોજાવાની શક્યતા નકારી શકતા નથી, તેઓએ કહ્યું, ‘સામાન્ય ચૂંટણીની વાત આવે છે ત્યારે મે પહેલાં જે કહ્યું હતું તેથી વિશેષ કશું હું કહેવા માગતો નથી, તે વિષે મે બહુ સ્પષ્ટતાપૂર્વક કહી જ દીધું છે.’
આ મુલાકાતમાં ઋષિ શુનકે સંવાદદાતાએ વારંવાર સામાન્ય ચૂંટણી વિષે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં વડાપ્રધાને આ પ્રમાણે કહ્યું હતું.
હકીકત તેમ છે કે નોર્થ-ઈસ્ટસ્વીચ અને સેન્ટ્રલ સફાકેના સાંસદ ડૉક્ટર દાન પોઉલ્ટર પક્ષ પલટો કરી લેબર પાર્ટીમાં ભળી ગયા છે. તેઓનો આક્ષેપ છે કે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) અંગે શેરી સરકારની કાર્યવાહી અપૂરતી છે.
ઋષિ શુનકે સ્કાય-ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે વહેલી ચૂંટણી યોજવા અંગે વારંવાર પ્રશ્નો પૂછી દબાણ કરવા વડાપ્રધાને કહ્યું હતું કે, હું સમગ્ર વર્ષ દરમિયાન એકની એક જ વાત કહી રહ્યો છું. તે પરથી તમારે જે તારણ તારવવું હોય તે તારવો. આથી વિશેષ, મારે તે વિષે કશું કહેવાનું નથી.
ઋષિ શુનકના આ વિધાનો પરથી વિશ્લેષકો સ્પષ્ટ તારણ આપે છે કે મે-જૂન તો યુકેમાં બહુ ગરમ હોય છે તેથી મોડામાં મોડી જુલાઈ મહિનામાં તેઓ ચૂંટણી આપી જ દેશે તેવા સ્પષ્ટ સંકેત તેઓનાં આ વિધાનોથી મળે છે. તેઓ અત્યારે મેની બીજીએ બ્રિટનની વિવિધ નગરપાલિકાઓની ‘નગરપતિ’ની (મેયર)ની ચૂંટણી ઉપર લક્ષ કેન્દ્રિત કરી રહ્યા છે. તે સર્વવિદિત છે કે ભારતથી તદ્દન વિપરિત પશ્ચિમના દેશોમાં મેયરનું મહત્વ ડેપ્યુટી મીનિસ્ટર જેટલું હોય છે. મોટા શહેરોના મેયરોનું મહત્વ તો રાજ્યકક્ષાના મંત્રી જેટલું હોય છે. ભારતમાં બ્રિટિશ શાસનથી મેયર કરતા ચીફ ઓફીસર કે મ્યુનિ.કમીશ્નરનું જ ચલણ વધુ છે. પશ્ચિમના દેશોમાં તેમ નથી. તેથી બ્રિટનની ૨જી મેના દિને યોજાનારી મેયરની ચૂંટણીઓ પરથી ગણતરી બાંધી શુનક સામાન્ય ચૂંટણી જાહેર કરાવે તે સંભવિત છે.