MP Lok Sabha Election 2024 : મધ્યપ્રદેશમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થાય તે પહેલા ઈન્દોર બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિ બમે ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. તેઓ ભાજપ ધારાસભ્ય રમેશ મેંડોલા સાથે કલેક્ટર કાર્યાલયે પહોંચ્યા હતા અને નામ પરત લઈ લીધું હતું. આ મામલે અક્ષય કાંતિની આકરી ટીકા થઈ રહી છે અને રાજ્યમાં શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે.

ભાજપ સુરતની જેમ ઈન્દોરમાં બિરહરીફ જીતવાની ફિરાકમાં

અક્ષયે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ સંગઠન પણ સક્રિય થઈ ગયું છે અને પ્લાન બી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઉમેદવારે બળવો કર્યા બાદ કોંગ્રેસના મોટા નેતાઓએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. બીજીતરફ ભાજપે પણ સુરતની જેમ બિનહરીફ જીત મેળવવા માટે અન્ય ઉમેદવારોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધો છે. આ માટે ભાજપના ઈન્દોર બેઠક પરના ઉમેદવાર અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ અપક્ષ ઉમેદવારોના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોંગ્રેસને ડમી ઉમેદવારનું નામ પર ખેંચવું ભારે પડ્યું

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે કે, પાર્ટી કોંગ્રેસ સમર્થીત વિચારધારા ધરાવતા અપક્ષ ઉમેદવારને સમર્થન આપશે. આ માટે રાજ્ય એકમના ઈન્દોર જિલ્લા કમિટી પાસેથી અપક્ષ ઉમેદવારોની યાદી મંગાવાઈ છે. કોંગ્રેસ સંગઠન મહામંત્રીએ કહ્યું કે, રાજ્ય એકમ દ્વારા નામ ફાઈનલ થયા બાદ તે નામ દિલ્હી મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે અપક્ષ ઉમેદવારને સમર્થન આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસે બે દિવસ પહેલા જ મોટી ભુલ કરીને ઈન્દોર બેઠક પર ડમી ઉમેદવારનું નામ પરત ખેંચી લીધું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *