– ફિલ્મમાં શ્રદ્ધાની મુખ્ય ભૂમિકા હશે

– શ્રદ્ધાને રાહુલે લખેલી સ્ટોરી પસંદ આવી, હજુ પ્રોજેક્ટ વિચારણાના તબક્કે જ 

મુંબઇ : શ્રદ્ધા કપૂર અને બોયફ્રેન્ડ લેખક રાહુલ મોદી સાથે મળીને એક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. મૂળ આ ફિલ્મ રાહુલે એકલાએ પ્રોડયૂસ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ, હવે શ્રદ્ધા પણ આ પ્રોજેક્ટમાં સહ નિર્માતા તરીકે જોડાય તેવી સંભાવના છે. 

શ્રદ્ધા અને રાહુલ વચ્ચે લાંબા સમયથી ડેટિંગ ચાલેછે. તાજેતરમાં શ્રદ્ધા બોયફ્રેન્ડના નામનો નેકલેસ ધારણ કરીને એક ઈવેન્ટમાં આવી હતી અને આ રીતે તેણે પોતાના સંબધો ઓફિશિયલ કર્યા હતા. 

રાહુલની લખેલી ફિલ્મ ‘તુ જુઠ્ઠી મૈ મક્કાર’માં શ્રદ્ધાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ત્યારથી બંને પ્રેમમાં પડયાં હતાં. રાહુલ આ પહેલાં ‘પ્યાર કા પંચનામા ટૂ’ તથા ‘સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી’ સહિતની ફિલ્મો લખી ચૂક્યો છે. 

શ્રદ્ધાને રાહુલની નવી ફિલ્મની વાર્તા પસંદ આવી છે. આ ફિલ્મમાં તે પોતે મુખ્ય ભૂમિકા ભજવવાની છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *