KKR vs DC: કોલકાતા અને દિલ્હીની ઈન ફોર્મ બેટિંગ લાઈનઅપ વચ્ચે આજે મુકાબલો ખેલાશે, ત્યારે ચાહકોને ચોગ્ગા-છગ્ગાના વરસાદની અપેક્ષા છે. કોલકાતાની ટીમ છેલ્લી ત્રણ મેચમાં 200થી વધુનો સ્કોર કરી ચૂકી છે. જ્યારે દિલ્હીએ છેલ્લી બે મેચમાં 200થી વધુનો સ્કોર કર્યો છે. હવે આજે ઈડન ગાર્ડન્સમાં કોણ મેદાન મારી જશે તેના પર બધાની નજર રહેશે. મેચ સાંજે 7.30 થી શરૂ થશે.

કોલકાતાનો મદાર સંભાળશે આ બેટર્સ

ધરખમ ફોર્મ દેખાડનારી બંને ટીમોના બોલરોની ભૂમિકા આજે નિર્ણાયક બની રહેશે. જે ટીમના બોલરો વધુ અસરકારક પૂરવાર થશે તે જીતશે. કોલકાતાનો મદાર સોલ્ટ, નારાયણ, રસેલ, શ્રેયસ-વેંકટેશ ઐયર જેવા બેટર્સ પર રહેશે. જ્યારે તેમની બોલિંગની જવાબદારી હર્ષિત, વૈભવ, નારાયણ, ચક્રવર્થી અને સુયશ શર્મા સંભાળશે. સ્ટાર્કના પુનરાગમન શક્યતા નહીવત્ છે. 

દિલ્હીની જવાબદારી સંભાળશે આ પ્લેયર્સ

દિલ્હી તરફથી મેકગર્ક, પંત, પોરલ, સ્ટબ્સ તેમજ શાઈ હોપે બેટિંગમાં ઝંઝાવાત જગાવ્યો છે. જોકે ખલીલ, મુકેશ અને કુલદીપની સાથે સાલમ-અક્ષર પર રન ગતિ પર અંકુશની જવાબદારી રહેશે. 

દિલ્હી (સંભવિત)

પોરલ, મેક્વર્ક, હોપ, પંત (C, WK), સ્ટબ્સ, કુશાગ્ર/સાલમ, અક્ષર, કુલદીપ, વિલિયમ્સ, મુકેશ, ખલીલ.

કોલકાતા (સંભવિત)

સોલ્ટ, નારાયણ, રઘુવંશી/ સુયશ, શ્રેયસ (C), વેંકટેશ, રિન્કુ, રસેલ, રમનદીપ, ચામીરા, ચક્રવર્થી, હર્ષિત.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *