Image Source: Twitter
IPL 2024 SRH vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સની સ્ટાર બોલર પથિરાનાએ ફરી એકવાર પોતાની તોફાની બોલિંગથી લોકોને ચોંકાવી દીધા છે. રવિવારે સન રાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં પથિરાનાએ એવું યોર્કર ફેંક્યોં કે તેણે સ્ટમ્પ જ તોડી નાખ્યું. પથિરાનાની ઘાતક બોલિંગનો આ નજારો 11મી ઓવરમાં જોવા મળ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન એડન માર્કરામ 25 બોલમાં 4 ચોગ્ગા ફટકારીને 32 રન બનાવીને રમી રહ્યો હતો. માર્કરામ ધીમે-ધીમે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન માર્કરામ માટે ઓવર ધ વિકેટ બોલિંગ કરવા આવેલા પથિરાનાએ આ બોલ ચોક્કસ લાઈન અને લેન્થ પર ફેંક્યો હતો.
ICYMI‼
Matheesha Pathirana jolted the middle stump of Aiden Markram⚡️#SRH require 104 runs off 30 deliveries
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/9LPLdnutzQ
— IndianPremierLeague (@IPL) April 28, 2024
આ યોર્કર એટલો ઘાતક હતો કે, ક્ષણભરમાં તે સ્ટમ્પ તોડી નાખીને બહાર નીકળી ગયો. પથિરાનાના આ બોલે સ્ટમ્પ તો તોડી જ નાખ્યો પણ આ સાથે તેમાં લાગેલા તાર પણ તોડી નાખ્યા. એડન માર્કરામ આ ઘાતક યોર્કરને જોતો જ રહી ગયો હતો.
કેમ કરવામાં આવે છે કેબલનો ઉપયોગ?
IPLમાં ઉપયોગમાં લેવાતા સ્ટમ્પ ખૂબ જ મોંઘા હોય છે. એક સેટની કિંમત 25થી 30 લાખ રૂપિયા હોય છે. સ્ટમ્પમાં માઈક્રોફોન અથવા માઈક પણ લગાવેલા હોય છે. જેના કારણે ખોલાડીઓનો અવાજ રેકોર્ડ થાય છે. આ સાથે જ તેમાં LED પણ લાગેલી હોય છે. LED સ્ટમ્પ સેન્સરથી લેસ હોય છે અને તેના હટવાથી તે ચમકવા લાગે છે.