લુણાવાડા એસટી ડેપોમાં કન્ટેનરમાં જ કચરો સળગાવતા દુર્ગંધ
રખડતાં પશુઓ કન્ટેનરમાંથી કચરો – પ્લાસ્ટિક ખાવા વિવશ
એકત્રિત થયેલો કચરો આજ સ્થાન ઉપર કન્ટેનરમાં જ સળગાવી દેવામાં આવતો હતો

લુણાવાડા એસટી સ્ટેન્ડની અંદર ગંદકી અને કચરાના યોગ્ય નિકાલ માટે નગર પાલિકા દ્વારા એક કન્ટેનર મૂકવામાં આવ્યું છે. ત્યારે એકત્રિત થયેલો કચરો આજ સ્થાન ઉપર કન્ટેનરમાં જ સળગાવી દેવામાં આવતો હોવાથી એસટી સ્ટેન્ડમાં પ્લાસ્ટિક તેમજ કચરાને બળવાની માથા ફડ દુર્ગંધથી આજુબાજુ બસની રાહ જોઈને ઊભા રહેલા મુસાફર જનતાને પારાવાર હાલાકી વેઠવી પડતી જણાઈ રહેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ કચરાથી ભરેલા આ સળગતા કન્ટેનર માંથી મૂંગા અબોલા પશુઓ પોતાના પેટનો ખાડો પુરવા માટે પ્લાસ્ટિકમાંથી ખોરાક શોધવા તેમજ પ્લાસ્ટિક ખાવા માટે વિવશ બનતા હોય છે.

  લુણાવાડા એસટી સ્ટેન્ડમાં સાફ્-સફઈના અભાવી ગંદકીનું પારાવાર સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. ત્યારે માત્ર અને માત્ર સાફ્-સફઈના નામે મોટી ગુલબાંગો હાંકવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. લુણાવાડા એસટી સ્ટેન્ડમાં પાલિકા દ્વારા શૌચાલય પાસેના એક કોર્નર પર કચરો એકત્રિત કરવા માટે એક મોટું કન્ટેનર મૂકવામાં આવ્યું છે. જે કન્ટેનર કચરા થી છલોછલ ભરી જવા પામ્યું છે. તેમાંથી વધારાનો કચરો બહાર ઠલવાય જતો જોવા મળે છે અને તેમાંથી પારાવાર દુર્ગંધ પ્રસરી રહેલી પણ જણાઈ રહી છે ત્યારે આ ગંભીર દેખાતી બાબતે લુણાવાડા એસટી ડેપોના સત્તાધીશો સૂચક મૌન ધારણ કરીને ઓફ્સિમાં પંખા નીચે એસ આરામ ફ્રમાવતા હોય તેવું જણાઈ રહ્યુ છે એસટી ડેપોના સત્તાધીશોને આ ગંદકીથી ખદબદતુ કન્ટેનર નજરે પડતું નહીં હોય કે પછી આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે શું ?

આ ગંદકીથી ઉભરાતા કન્ટેનરની આજુબાજુ મુસાફર જનતા પણ બસની રાહ જોતી ઉભી રહેલી જોવા મળતી હોય છે. જ્યારે બીજી બાજુ આ કચરાથી ઉભરાતા કન્ટેનરમાં કે જે કચરો ભરેલો છે તેને તેમજ આગ ચાંપી દઈને કચરાને બાળવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે આ કન્ટેનરમાં સળગતો કચરો અને પ્લાસ્ટિકના ધુમાડાથી એસટી સ્ટેન્ડમાં ઊભા રહેલા મુસાફરોને પણ વારંવાર હાલાકીના ભોગ બનવું પડતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ કચરાથી ભરેલા અને કચરો સળગતા કન્ટેનરમાંથી મૂંગા અબોલા પશુધન સળઘતા કન્ટેનરમાં મોઢુ નાખીને કચરો કે પ્લાસ્ટિકમાંથી ખોરાક મેળવવા માટે લાચાર બની રહેલા જણાય છે ત્યારે આ કન્ટેનરમાં જે કચરો સળગાવવામાં આવી રહ્યું છે તેના લીધે મૂંગા અબોલા પશુધન દાઝી જાય કે સળગી જવાની પણ દહેશત સેવાઈ રહેલી જોવા મળે છે. ત્યારે મૂકવામાં આવેલા આ કન્ટેનરમાં એકત્રિત થયેલો ગંદકી અને કચરો કોઈ દૂરના સ્થાને ખાલી કરવામાં આવે તેવી ચર્ચાઓ મુસાફર જનતામાંથી પણ સાંભળવા મળી રહી છે. ત્યારે આ બાબતે લુણાવાડા એસટી ડેપોના સત્તાધીશો કે ડેપો મેનેજર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક વેધક સવાલ ઉભો થવા પામી રહ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *